મધ્ય પ્રદેશના ઇંદોરમાં ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા એક મહિલાનો પગ લપસી ગયો અને મહિલા ટ્રેન અને ટ્રેક વચ્ચે પડી ગઇ. આ ઘટનામાં તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ તેમની મદદ કરી અને મહિલાને બહાર કાઢી. સદનસીબે ઘટનામાં આ મહિલા બચી ગઇ અને મોટી દુર્ઘટના થતા અટકી ગઇ.
મળતી માહિતી અનુસાર મહિલા તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. પહેલા તેનો પતિ અને બાળકો સામાન લઇને ટ્રેનમાં ચઢી ગયા. ત્યારબાદ પત્નિ પણ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ અચાનક તેનું બેલેન્સ બગડ્યુ અને તે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગઇ. મહિલાને પડતા જોઇને તરત જ આજુબાજુ ઉભેલા લોકોએ તેમની મદદ કરી અને તેને ઉપર ખેંચી લીધી.
#WATCH | Madhya Pradesh: Fellow passengers saved the life of a woman in Indore who was trying to board a moving train, yesterday.
(Video source: Railway Protection Force, Indore) pic.twitter.com/0HgbYLrnwq
— ANI (@ANI) August 19, 2021
સોશિયલ મીડિયામાં હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પ્રકારના કેટલાક વીડિયો રોજ સામે આવતા હોય છે જેમાં લોકોની બેદરકારી તેમને ભારી પડી જાય છે. ટ્રેન સાથે અકસ્માતની કોઇને કોઇ ઘટના આપણે રોજ સમાચારમાં જોતા સાંભળતા હોઇએ છીએ તેમ છતાં લોકો બેદરકારી દાખવીને પોતાના જીવનને જોખમમાં મુક્તા હોય છે. રેલવે વિભાગ પણ આ માટે લોકોને ચેતવણી આપતુ રહે છે. તેમ છતાં લોકો પોતાના જીવને જોખમમાં મુકી દે છે.
વીડિયો જોઇને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, આસપાસના લોકોએ તેમનો જીવ બચાવ્યો પણ વીડિયો જોઇને ખબર પડે છે કે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન ક્યારે નહી કરવો.
Lesson from this video: “Don’t board a running train and follow safety precautions while you are at the station!”
— Dampuri Chandrakiran (@D_Chandrakiran) August 19, 2021
અન્ય એક યૂઝરે લખ્યુ કે, એક ભૂલ અને તમારી જીંદગી ખરાબ, લોકો આટલા બધા બેદરકાર કઇ રીતે હોય શકે છે.
One small mistake life ruin. This is a show of irresponsibility. Incredible people
— Rush 4 Digital (@Rush4Digital1) August 19, 2021
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 9:34 am, Thu, 19 August 21