
આજના સમયમાં લોકો તેમની ફિટનેસ પર કંઈક વધારે જ ધ્યાન આપે છે. સારી ખાણીપીણી અને જીમમાં વર્કઆઉટ હવે રોજબરોજનુ કામ બની ગયુ છે. જે રીતે લોકોને અલગ અલગ પ્રકારની બીમારીઓ લાગુ પડી રહી છે અને મનુષ્યનું આયુષ્ય ઓછુ થતુ જાય છે. ત્યારે એ જરૂરી છે કે લોકો તેમની ફિટનેસ પર પણ ધ્યાન આપે, ફિટ રહે. જીમમાં વર્કઆઉટ કરવાના મામલે મહિલાઓ પણ પાછળ નથી. તેઓ તેમની ફિટનેસ પર ઘણુ ધ્યાન આપી રહી છે. જો કે સામાન્ય રીતે તો મહિલાઓ ટ્રેક સુટ પહેરી જીમ કરતી નજર આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આજકલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક મહિલા ટ્રેક સુટ નહીં પરંતુ સાડી પહેરીને ગજબનું વર્કઆઉટ કરતી જોઈ શકાય છે.
વીડિયોમાં આપ જોઈ શકો છો કે સાડી પહેરેલી મહિલા કેવી રીતે જીમમાં એક્સરસાઈઝ કરી રહી છે. તે એક મોટા ટાયરને ઉઠાવી વર્કઆઉટ કરી રહી છે. મહિલાએ ટાયરને એવી રીતે ઉઠાવ્યુ છે જાણે કોઈ બાળકનું રમકડુ ઉંચક્યુ હોય. સાડી પહેરી એક્સરસાઈઝ કરવી એ કોઈ આસાન કામ નથી. કારણ કે તેમા પગ ફસાઈ જવા અને બેલેન્સ બગડવાનો ડર હંમેશા રહે છે.
પરંતુ આ મહિલાને તો જાણે કોઈ ડર જ નથી. તે જે રીતે વર્કઆઉટ કરી રહી છે તેને જોતા તો એવુ જ લાગે કે સાડીમાં વર્કઆઉટ કરવાની હવે તેને આદત પડી ગઈ છે. જે મહિલાઓને એવુ લાગતુ હોય કે સાડી પહેરી જીમ ન જઈ શકે તો તેમણે આ મહિલાને જોઈ તેમની પાસેથી શીખ લેવી જોઈએ અને તેમની ફિટનેસ પર ખાસ ધ્યાન આપવુ જોઈએ.
મહિલાના સાડીમાં વર્કઆઉટના આ શાનદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર reenasinghfitness નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં રેકોર્ડ 31 મિલિયન એટલે કે 3.2 કરોડથી પણ વધુવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 8 લાખ 97 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.