AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાયા-પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના: ટ્રેનમાં મુસાફરને બેસાડવા આવ્યા હતા 12 સંબંધીઓ અને 36,000 રૂપિયાનો દંડ ફટકારાયો

કાનપુર સેન્ટ્રલ પર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરને બેસાડવા ગયેલા 12 સંબંધીઓ સ્વચાલિત ગેટ બંધ થવાથી ટ્રેનની અંદર ફસાઈ ગયા.

ખાયા-પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા આના: ટ્રેનમાં મુસાફરને બેસાડવા આવ્યા હતા 12 સંબંધીઓ અને 36,000 રૂપિયાનો દંડ ફટકારાયો
| Updated on: Nov 16, 2026 | 9:27 PM
Share

કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર સંબંધીઓને વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરને બેસાડવા પહોંચેલા 12 લોકો ટ્રેનના સ્વચાલિત (ઓટોમેટિક) ગેટ બંધ થવાથી અંદર જ ફસાઈ ગયા. ગેટ ન ખુલવા પર તેમણે ઉતરવા માટે હોબાળો મચાવ્યો હતો. ટ્રેન સ્ટાફની સૂચના પર રવિવારે સવારે ટ્રેનને ઇટાવા જંક્શન પર રોકીને તમામને નીચે ઉતારવામાં આવ્યા હતા. દંડ વસૂલ્યા બાદ અને કડક સૂચના આપ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

આ છે સમગ્ર મામલો

ગાડી સંખ્યા 22415 બનારસ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ રવિવારે સવારે કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પહોંચી હતી. કાનપુરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા 12 લોકો પોતાના સગા-સંબંધીઓને બેસાડવા માટે ટ્રેનની અંદર ગયા હતા. આ દરમિયાન ગેટ બંધ થઈ ગયા. વંદે ભારતના ગેટ નિર્ધારિત સ્ટોપેજ ધરાવતા સ્ટેશનો પર જ ખુલે છે.

બનારસ બાદ પ્રયાગરાજ અને કાનપુરમાં રોકાણ કર્યા પછી ટ્રેન સીધી નવી દિલ્હી ઊભી રહે છે. અંદર ફસાયેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આમાં મહિલાઓ અને બાળકો સાથે આવેલા લોકો પણ સામેલ હતા. તેમણે ટ્રેન રોકાવીને ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રેન સ્ટાફે ના પાડવા પર કેટલાક લોકોએ હોબાળો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સ્ટાફે ટુંડલા કંટ્રોલને સૂચના આપી. કંટ્રોલના નિર્દેશ પર ટ્રેન સવારે 10:49 વાગ્યે ઇટાવા જંક્શન પર રોકવામાં આવી. સ્ટેશન અધિક્ષક પી.એમ. મીના, આરપીએફ (RPF) ઇન્સ્પેક્ટર દિનેશ કુમાર અને જીઆરપી (GRP) ઇન્સ્પેક્ટર યદુવીર સિંહ ટીમ સાથે પહોંચ્યા હતા. તમામ 12 લોકોને ટ્રેનમાંથી ઉતારીને આરપીએફ પોસ્ટ લઈ જવામાં આવ્યા હતા.

આરપીએફ ઇન્સ્પેક્ટર દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે કંટ્રોલની સૂચના પર ટ્રેન રોકાવીને લોકોને ઉતારવામાં આવ્યા હતા. હોબાળો કરવા અને પ્લેટફોર્મ ટિકિટ ન હોવા પર વાણિજ્ય વિભાગના કર્મચારીઓએ વ્યક્તિ દીઠ 3,000 રૂપિયાની ટિકિટ બનાવીને કુલ 36,000 રૂપિયા દંડ વસૂલ્યો હતો. તમામને ફરીથી આવી ભૂલ ન કરવાની હિદાયત આપીને છોડી દેવામાં આવ્યા હતા.

Breaking News : નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી, સુરેન્દ્રનગરમાં મુસાફરો રઝળી પડ્યા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">