Valentines Day Special: વેલેન્ટાઈન સપ્તાહ યાદી 2022માં વાંચો આ સ્પેશિયલ દિવસનું મહત્વ એક સાથે

વેલેન્ટાઈન સપ્તાહમાં કુલ 8 દિવસનો સમાવેશ થાય છે. વેલેન્ટાઈન સપ્તાહનો પહેલો દિવસ રોઝ ડેથી શરૂ થાય છે અને ત્યારબાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે.

Valentines Day Special: વેલેન્ટાઈન સપ્તાહ યાદી 2022માં વાંચો આ સ્પેશિયલ દિવસનું મહત્વ એક સાથે
Read Valentine's Week List 2022 in Significance of this special day together
| Edited By: | Updated on: Feb 03, 2022 | 4:13 PM

પ્રેમનો મહિનો ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે. જો તમે કોઈને પ્રેમ કરો છો જે તમારી અંદર છુપાયેલ ન હોવો જોઈએ, તો તેને શેર કરવો જોઈએ, કારણ કે તે પ્રેમને શેર કરવાનો સમય આવી ગયો છે. દરેક દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. આ 8 દિવસો એકબીજા સાથેની દરેક ક્ષણને અવિસ્મરણીય બનાવવાની માત્ર તક છે. તેથી જો તમે વેલેન્ટાઇન ડે(Valentine Day) પહેલા દિવસોની યાદી જાણવા આતુર છો, તો પછી તમે યોગ્ય પેજ પર આવ્યા છો. જો કે મોટાભાગના લોકો વેલેન્ટાઇન ડે(Valentine day Celebration) વિશે જાણે છે, પરંતુ કેટલાક એવા છે જેઓ જાણતા નથી કે, ક્યો પ્રસંગ કઈ તારીખે આવે છે, તો તમે અમારા પેજ પરથી આ દિવસો વિશે યોગ્ય માહિતી જાણી શકશો.

જુઓ, એક સંપૂર્ણ વેલેન્ટાઇન સપ્તાહ 2022ની યાદી

દિવસ 1- રોઝ ડે

વેલેન્ટાઇન વીક રોઝ ડે( rose day)થી શરૂ થાય છે જે 7 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ગુલાબને પ્રેમના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવે છે.

દિવસ 2- પ્રપોઝ ડે

વેલેન્ટાઇન સપ્તાહનો બીજો દિવસ પ્રપોઝ(પ્રસ્તાવના) (propose day)દિવસ તરીકે ચિહ્નિત થયેલો છે. આ દિવસને વેલેન્ટાઇન સપ્તાહનો સૌથી રોમેન્ટિક દિવસ છે, કારણ કે પ્રેમીઓને તેમના પાર્ટનરની સામે પ્રેમને રજૂ કરવાની તક મળે છે.

દિવસ 3- ચોકલેટ ડે

વેલેન્ટાઇન સપ્તાહનો ત્રીજો દિવસ ચોકલેટ ડે (chocolate day)તરીકે ઓળખાય છે. આ દિવસ તમારા પાર્ટનર સાથે ચોકલેટ જેવી મીઠી યાદોને ખાસ બનાવે છે. આ માટે ચોકલેટ તમારા સંબંધોમાં મીઠી યાદો તરીકે કામ કરી શકે છે.

દિવસ 4- ટેડી ડે

વેલેન્ટાઇન સપ્તાહનો ચોથો દિવસ ટેડી ડેથી (teddy day) પ્રખ્યાત છે. ટેડી એક સુંદર અને મુલાયમ રમકડાં તરીકે ઓળખાય છે. દરેક છોકરીઓની તે પ્રિય વસ્તુ છે. તમારી પ્રેમિકાને ગિફ્ટમાં આ મુલાયમ ટેડી આપવાથી તે હંમેશા તમને યાદ કરતી રહેશે.

દિવસ 5- પ્રોમિસ ડે

પ્રોમિસ ડે (promise day)વેલેન્ટાઇન સપ્તાહનો પાંચમો દિવસ છે. આ દિવસે પ્રેમીઓ પરસ્પર એકબીજાને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપે છે.
આ દિવસને એક તક તરીકે લોકો લે છે. કારણ કે આ દિવસનું નામ જ બધું કહે છે..!

દિવસ 6- હગ ડે

વેલેન્ટાઇન સપ્તાહના છઠ્ઠા દિવસ 12 ફેબ્રુઆરીને હગ ડે (hug day)તરીકે મનાવવામાં આવે છે. એક કમ્ફર્ટેબલ હગ ઘણા શબ્દો કહી જાય છે. તેથી આગળ વધો અને તમારા પ્રિયજનને કોમળ આલિંગન આપો. તમારા પાર્ટનરને જણાવો કે તમે તેમને કાયમ માટે પ્રેમ કરો છો.

દિવસ 7- કિસ ડે

સાતમા દિવસે વેલેન્ટાઇન સપ્તાહનો કિસ ડે ઊજવવામાં આવે છે. કિસ ડે(kiss day) એ તમારા સંબંધને મજબૂત બનાવવા માટે ચુંબન આપવા વિશે છે. તેથી આ કિસ ડે તમારા પ્રેમી સાથે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે ઉજવો.

દિવસ 8- વેલેન્ટાઇન ડે

અંતે આવી પહોંચે છે વેલેન્ટાઇન સપ્તાહનો છેલ્લો દિવસ-જે વેલેન્ટાઇન ડે (valentine day) તરીકે ઓળખાય છે. દરેક વર્ષની 14 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે.
તે ત્રીજી સદીના રોમન સંત(Roman saint) વેલેન્ટાઈનની યાદમાં ઉજવવામાં આવે છે. આ આનંદનો દિવસ છે. પ્રેમ અને પ્રતિબદ્ધતાની ઉજવણીનો અને પોતાના પરફેક્ટ જીવનસાથી શોધવાની આનંદદાયક ઉત્તેજનાનો દિવસ છે. આ 8 દિવસોમાં એકબીજા સાથેની દરેક પળને અવિસ્મરણીય બનાવો.

આ પણ વાંચો: Valentine Travel Special: જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળો વિતાવવા માંગતા હોવ તો ગોવાના આ ખાનગી બીચ પર જાઓ

આ પણ વાંચો: Valentine’s Day : 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે કેમ ઉજવવામાં આવે છે ?