Viral Video : શાયરાના અંદાજમાં યુવતી પ્રેમીને પ્રપોઝ કરી રહી હતી, અચાનક મમ્મી જોઈ જતા…………!

મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ ખોટા સ્થળે પ્રેમનો ઈજહાર થાય તો આ વીડિયો જેવુ પરિણામ આવે છે.

Viral Video : શાયરાના અંદાજમાં યુવતી પ્રેમીને પ્રપોઝ કરી રહી હતી, અચાનક મમ્મી જોઈ જતા............!
Funny video goes viral
| Edited By: | Updated on: Feb 14, 2023 | 2:09 PM

વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ માનવામાં આવે છે. મોટાભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દંપતી એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઇન વિશે ઘણી પ્રેમ કથાઓ પણ છે. સોશિયલ મીડિયા પર હાલ વેલેન્ટાઈન ડે સંબઘિત અનેક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ-પોટ થઈ જાય છે. તો કેટલાક પ્રેમીઓની હરકતો જોઈને લોકોને પણ આશ્વર્ય થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વાયરલ વીડિયો

મમ્મીનો ગુસ્સો સાતમા આસમાને

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતી ગુપ્ત રીતે અગાસી પર એકબીજાની આંખમાં આંખ પરોવી ઈશ્ક ફરમાવી રહ્યા છે. પરંતુ અચાનક અગાસી પર યુવતીની મમ્મીની એન્ટ્રી થતા જોવા જેવી થઈ.પોતાની દિકરીને આ બધુ કરતા જોઈને મમ્મીનો ગુસ્સો સાત આસમાને. બંને યુવક-યુવતીને બરાબરનો મેથી પાક ચખાડ્યો. વીડિયોમાં જોઈ શકાયછે કે કઈ રીતે યુવક આ મારથી નાસી છુટવાની કોશિશ કરી રહ્યો છે.આ ફની વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ છવાયો છે.

આ વીડિયો યુઝર્સ એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, સાસુમા થોડા વહેલા આવી ગયા…..જ્યારે અન્ય યુઝર્સ પણ ફની મીમ દ્વારા કોમેન્ટ કરી રહ્યા છે. ખરેખર આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે.

Published On - 1:17 pm, Tue, 14 February 23