UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, S-400 ડીલ કેસમાં પ્રતિબંધો લાદી શકે છે

|

Mar 03, 2022 | 1:09 PM

યુનાઇટેડ નેશન્સ એટલે કે UNમાં ભારતે રશિયા વિરુદ્ધ વોટ ન આપવા પર અમેરિકા (USA) ખફા થયું છે. આ અંગે અમેરિકી ધારાશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિમાં કાટસા એક્ટ (CAATSA Act) હેઠળ ભારત પર પ્રતિબંધોનું જોખમ વધી ગયું છે.

UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, S-400 ડીલ કેસમાં પ્રતિબંધો લાદી શકે છે
Joe Biden (File Image)

Follow us on

રશિયા-યુક્રેન વચ્ચેના (Russia-Ukraine War) યુદ્ધનો આજે 8મો દિવસ છે. ભારત સરકાર (Indian Government) દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) હાથ ધરાયું છે, જે અંતર્ગત અનેક ભારતીયોને યુક્રેન અને પાડોશી રાષ્ટ્રોની સરહદથી એરલિફ્ટ (Airlift) કરીને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ભારત પર અત્યારે રશિયા- યુક્રેન યુદ્ધ પર પ્રતિક્રિયા આપવા અંગે વૈશ્વિક દબાણ વધી રહ્યું છે.

યુનાઇટેડ નેશન્સ એટલે કે UNમાં ભારતે રશિયા વિરુદ્ધ વોટ ન આપવા પર અમેરિકા (USA) ખફા થયું છે. આ અંગે અમેરિકી ધારાશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિમાં કાટસા એક્ટ (CAATSA Act) હેઠળ ભારત પર પ્રતિબંધોનું જોખમ વધી ગયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ (USA President) જો બાઈડેન (Joe Biden) પ્રશાસન અત્યારે રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) હેઠળ ભારત સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે. અમેરિકી રાજદ્વારી અધિકારી ડોનાલ્ડ લુએ ગઇકાલે આ અંગે જણાવ્યું હતું. અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટિક આમ બંને મુખ્ય પક્ષોએ ‘ભારત સાથેના અમેરિકન સંબંધો’ પર સુનાવણી દરમિયાન ભારતની ટીકા કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત એ 35 દેશોમાં સામેલ હતું જેણે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર (UN) માં મતદાન દરમિયાન મતદાનથી પોતાને દૂર રાખ્યું હતું.

ભારતે રશિયા પાસેથી ડિસેમ્બર, 2021માં આ S-400 ડીલ ફાઇનલ કરી હતી, અને હજુ પણ આ ડીલ ચાલુ છે. ત્યારે રશિયા વિરુદ્ધ  UNમાં મતદાન ના કરવાથી ભારતને હવે અમેરિકન ક્રોધનો સામનો કરી શકવો પડે છે

કાટસા એક્ટ (CAATSA Act) શું છે ?

કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) એ અમેરિકાનો ફેડરલ કાયદો છે. જે હેઠળ, અમેરિકા દ્વારા ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. ગત તા. 27 જુલાઇ 2017ના રોજ અમેરિકન સંસદમાંથી પસાર થયા બાદ આ બિલ સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ગત તા. 2 ઓગસ્ટ 2017ના રોજ અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જણાવેલું કે આ કાયદો ગંભીર રીતે ખામીયુક્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત રશિયન હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ પૂર્વે, અમેરિકા તુર્કી પર પણ પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકાનો અત્યારે સૌથી મોટો દુશ્મન દેશ ચીન છે. જો અમેરિકાને ચીન સાથે સંબંધ સારા રાખવા છે તો અમેરિકાને ભારતની ગરજ પડવાની જ છે. આ માટે પણ અમુક અમેરિકન સાંસદોનું કહેવું છે કે, અમેરિકાએ કાટસા એક્ટ હેઠળ ભારત પર પ્રતિબંધ ના લગાવવા જોઈએ.

આ પણ વાંચો – Ukraine Farmer Tank: રશિયાની ટેન્કને ટ્રેક્ટરથી ચોરી ગયો યુક્રેનનો ખેડૂત, જોતા રહી ગયા સૈનિકો

Next Article