અનોખો વિરોધ ! કેરળના કેફેએ મેનુમાંથી રશિયન સલાડ હટાવ્યું, લોકોના આવ્યા હટકે રીએક્શન્સ

|

Mar 08, 2022 | 12:25 AM

ભારતમાં કેરળ રાજ્યના આ કેફે દ્વારા અનોખી રીતે રશિયા-યુક્રેન યુદ્ધનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેણે લોકોમાં ચર્ચા જગાવી છે.

અનોખો વિરોધ ! કેરળના કેફેએ મેનુમાંથી રશિયન સલાડ હટાવ્યું, લોકોના આવ્યા હટકે રીએક્શન્સ
Russian Salad - File Photo

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia-Ukraine War) આજે 12મો દિવસ છે. ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) હેઠળ 15000થી પણ વધુ ભારતીય નાગરિકોને વતન પરત લાવવામાં આવ્યા છે. હાલમાં, વિશ્વભરના દેશો રશિયાને પાઠ ભણાવવા માટે તેના પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. ત્યારે કેરળના એક કેફેએ યુક્રેનના સમર્થનમાં અનોખો નિર્ણય લીધો છે. આ કેફેએ તેના મેનુમાંથી રશિયન સલાડ (Russian Salad) હટાવી દીધું છે. જો કે, આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ચૂકી છે. રશિયા પર હાલમાં આ યુદ્ધ બંધ કરવા માટે સતત દબાણ થઈ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત 12મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. રશિયન સેના યુક્રેનના શહેરો પર એક પછી હુમલો કરી રહી છે.

કોચીની કાશી આર્ટ કેફે એન્ડ ગેલેરીએ દુકાનની બહાર બોર્ડ લગાવીને સંદેશ લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેમણે યુદ્ધના વિરોધમાં રશિયન સલાડને મેનુમાંથી હટાવી દીધું છે.’ તેની તસવીર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. કેફેના માલિક એડગર પિન્ટોએ આ અંગે જણાવ્યું કે, આ યુદ્ધની નિંદા કરવાની તેમની રીત છે. આ કોઈ પણ પ્રકારનો પ્રચાર નથી. અમે ફક્ત યુદ્ધને ના કહેવા માંગીએ છીએ.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

કલાપ્રેમી હોવાના કારણે અમે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં વિશ્વાસ કરીએ છીએ. યુક્રેન માટે અમારું સમર્થન બતાવવાનો આ એકમાત્ર રસ્તો હતો. જો કે, સોશિયલ મીડિયા પર એક વર્ગે તેનું સમર્થન કર્યું છે, જ્યારે કેટલાક લોકો કેફેના આ નિર્ણયથી નાખુશ હતા. જેમાંના અમુક ટ્વીટ્સ નીચે મુજબ છે.

એક યુઝરે જણાવ્યું છે કે, ”આ કોઈ મૂર્ખાઓની ચાલ છે. ‘રશિયન સલાડ’ એ રશિયન લોકો નહીં પરંતુ ફ્રેંચ લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિશ છે.”

બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ”શું કેરલે જ્યારે આપણા જવાનો પર ચીની સૈનિકો દ્વારા હુમલો કરાયો ત્યારે ચાઉમિન નુડલ્સ મેનુમાંથી હટાવ્યા હતા?”

ત્રીજા યુઝરે આ અંગે લખ્યું છે કે, ”વાહ, આવા કડક પગલાંથી ડરીને જ પુતિન હવે આ યુદ્ધ બંધ કરવાનો નિર્ણય લેશે.”

 

આ પણ વાંચો : Russia-Ukraine War: સાત વર્ષની Ukraineની છોકરીનો જન્મદિવસ શરણાર્થી શિબિરમાં ઉજવાયો, જુઓ વીડિયો

Published On - 12:23 am, Tue, 8 March 22

Next Article