Twitter Video : દિપડા સામે ઝાડ પર વાનરવેડા કરવાનું વાંદરાને પડ્યું ભારે, જુઓ ચોંકાવનારો Video

વાયરલ થઈ રહેલા આ વીડિયોએ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખરેખર વીડિયોમાં કેટલાક વાંદરાઓ ઝાડની ઊંચી ડાળી પર બેઠેલા જોવા મળે છે. જ્યાં દિપડો શિકાર કરવા માટે વાંદરાઓ જોડે પહોંચે છે. ત્યાં જ તે લપસીને નીચે પડી જાય છે.

Twitter Video : દિપડા સામે ઝાડ પર વાનરવેડા કરવાનું વાંદરાને પડ્યું ભારે, જુઓ ચોંકાવનારો Video
રાત્રે ખેતીકામ કરતા ખેડૂતો જંગી પ્રાણીઓની રંજાડથી ત્રસ્ત
| Edited By: | Updated on: Jan 23, 2023 | 7:37 AM

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમા કેટલાક વીડિયો જંગલના ખૂંખાર પ્રાણીઓના પણ જોવા મળે છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જંગલમાં ઘણી વાર ખૂંખાર પ્રાણીઓ જોવા મળે છે, જે પોતાના ખોરાક માટે વારંવાર શિકાર કરવાની તકમાં જોવા મળે છે. જેમા હિંસક પ્રાણીઓ અન્ય પ્રાણીઓને ઘાટમાં લઈને શિકાર કરે છે.

હિંસક પ્રાણીને કોઈક વાર જ ખાલી હાથ પાછુ ફરવુ પડે છે. જંગલોમાં રહેતા માંસહારી પ્રાણીઓને જીવિત રહેવા માટે અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. માંસહારી પ્રાણીઓથી બચવા માટે જાનવર પોતાની એડી ચોટી સુધીનો પ્રયાસ કરે છે. હાલમાં જ એક પણ વિડિયો સોશિયલ મીડિયા સામે આવે છે. જેમાં એક દિપડો વાંદરાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

આ પણ વાંચે : Shocking Video: હોંશિયારી મારવા આગ પર કર્યો ડાન્સ, આખા શરીર પર આગ લાગતા આ રીતે બચાવ્યો જીવ

દિપડાએ કર્યો વાંદરાનો શિકાર

વાયરલ થઈ રહેલા આ વીડિયોએ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખરેખર વીડિયોમાં કેટલાક વાંદરાઓ ઝાડની ઊંચી ડાળી પર બેઠેલા જોવા મળે છે. જ્યાં દિપડો શિકાર કરવા માટે વાંદરાઓ જોડે પહોંચે છે. ત્યાં જ તે લપસીને નીચે પડી જાય છે.

દિપડો પોતાના પ્રથમ પ્રયાસમાં સફળ ન થયા પછી, તે હાર માનતો નથી પરંતુ તે બીજો પ્રયાસ કરવા માટે, તે બીજા ઝાડ પર ચઢી જાય છે અને ત્યાંથી જોરશોરથી કૂદકો મારીને એક વાંદરાનો શિકાર કરે છે. નરેન્દ્ર સિંહ નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શન આપતી વખતે લખ્યું છે ‘Those who try never loss’. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. તે જ સમયે, આ વિડિયો યુઝર્સને હારવાને બદલે નિષ્ફળતા સામે લડવા માટે પ્રેરિત કરી રહ્યો હોય તેવું લાગે છે.