
પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને પત્રકાર તારિક ફતાહ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે તે હાલ ચર્ચામાં છવાયેલા છે. તેમણે શેર કરેલ આ વીડિયોમાં એક ભારતીય શિક્ષિકા તેના ક્લાસમાં વિદ્યાર્થીઓની સામે ‘હર હર શંભુ’ ગીત પર ડાન્સ કરતી અને વિદ્યાર્થીઓને ડાન્સ શીખવતી જોવા મળે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયોની ચર્ચા છે. જ્યારે કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને વિશેષ રીતે ભણાવતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એક મહિલા શિક્ષિકાનો ક્લાસના વિદ્યાર્થીને ડાન્સ શીખવવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે. જેને જોયા બાદ દરેક મહિલા શિક્ષકની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : Twitter video : ક્રોધિત હાથીએ રોડ પર ઉભેલી બાઈક સાથે કર્યું કંઈક એવુ તે જોઈને તમે પણ દંગ રહી જશો
આ વીડિયો તારિક ફતાહે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં લાલ સાડી પહેરીને મહિલા શિક્ષિકા ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓની સામે ડાન્સ કરતી જોવા મળે છે. તે જ સમયે, બાળકો પણ શિક્ષિકાને જોઈને ડાન્સ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એક શિક્ષિકા તેના વિદ્યાર્થીઓને ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરવાનું શીખવતા જોવા મળે છે.
School teacher in India leads her students into singing and moving to the song “Har har Shambhu…”
pic.twitter.com/41dmynxcNM— Tarek Fatah (@TarekFatah) January 15, 2023
હાલમાં સોશિયલ મીડિયા પર શિક્ષિકાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અત્યાર સુધી આ વીડિયોને એક લાખ 36 હજારથી વધુ વ્યૂઝ અને 6 હજારથી વધુ લાઈક્સ મળી છે. યૂઝર્સ કોમેન્યમાં શિક્ષિકાની સતત પ્રશંસા કરી રહ્યા છે. ‘હર હર શંભુ’ ગીત પર કરેલો ડાન્સ અને બાળકોનો ઉત્સાહ આ વીડિયોને યૂઝર્સમાં ઝડપથી વાયરલ કરી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝર્સનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.