Funny Video : રણમાં રસોઈ ! શેફનો અજીબોગરીબ કુકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

તુર્કીના શેફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુબઈના રણમાં રસોઈ કરતો જોવા મળી રહ્યો છે.

Funny Video : રણમાં રસોઈ ! શેફનો અજીબોગરીબ કુકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
turkish chef video goes viral
| Edited By: | Updated on: Nov 11, 2021 | 1:16 PM

Viral Video : તુર્કી શેફ બુરાક ઓઝડેમિર સોશિયલ મીડિયા પર તેની અજીબો ગરીબ રસોઈ કુશળતા માટે ખૂબ જ લોકપ્રિય છે. તે દરરોજ તેના અનોખા રસોઈના વીડિયો ઈન્ટરનેટ (Internet) પર શેર કરે છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં શેફ બુરાક દુબઈના રણમાં કુક્ડ ફ્રાયમ્સ બનાવતો જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે. અત્યાર સુધીમાં 5.4 મિલિયનથી વધુ લોકો આ વીડિયોને પસંદ કરી ચૂક્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શેફ બુરાકે (Chef Burak) રણમાં ફ્રાઈસ રાંધવા માટે એક વિશાળ સેટઅપ ગોઠવ્યો છે. વીડિયોમાં તે મોટી ઇંટોની ઉપર એક મોટી સ્કીલેટ મૂકતો જોવા મળે છે. આ પછી તેને ગરમ કરવા માટે લાકડાનો ઢગલો નીચે મૂકવામાં આવે છે. પછી પેનમાં તેલ નાખીને અદ્ભુત કલરફુલ ફ્રાયમ્સ બનાવે છે. આ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

જુઓ વીડિયો

આ વીડિયોને અત્યાર સુધીમાં 98.3 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે

શેફ બુરાકનો આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વીડિયોને લગભગ 100 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

તુર્કી શેફે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. રણની વચ્ચે રસોઈ બનાવવાનો તેનો આઈડિયા લોકોને એટલો પસંદ આવ્યો કે આ વીડિયોને અત્યાર સુધીમાં 98.3 મિલિયન વ્યૂઝ (Views) મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે શેફ બુરાકના ઈન્સ્ટાગ્રામ પર 29.4 મિલિયન ફોલોઅર્સ છે.

આ ફની વીડિયો જોયા બાદ લોકો સતત તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ફ્રાયમ્સ તો રાંધવામાં આવે છે, પરંતુ રણમાં ઉડતી ધૂળનું શું.’ આ સિવાય અન્ય યુઝર્સ (Users) પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: National Education Day 2021 : શું તમે જાણો છો 11 નવેમ્બરને શા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

આ પણ વાંચો: ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ