પ્રકૃતિ જ્યારે રોદ્ર રુપ ધારણ કરે છે ત્યારે કેવો વિનાશ થાય છે, તેના દ્રશ્યો આપણે અનેક વાર જોયા છે. હાલમાં જ તુર્કી સહિતના દેશોમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. એકબાદ એક આવેલા 5 ભૂકંપને કારણે તુર્કીનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 15,000 લોકોના મોત થયા છે.આ બધા વચ્ચે ભૂકંપ બાદનો એક પિતા-પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભૂકંપ પછીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બચાવ અને રાહતની ટીમ મકાનોના કાટમાળ નીચેથી માનવ મૃતદેહો અને જીવિત લોકોને કાઢવાનું કામ કરી રહી છે. એક કાટમાળ નીચેથી તેમને કેટલાક મૃતદેહો મળે છે, જેને આગળની પ્રક્રિયા માટે કાઢીને લઈ જવામાં આવે છે. તે સમયે ત્યાં એક માણસનો મૃતદેહ બેસેલી અવસ્થામાં જોવા કાટમાળ નીચે દબાયેલો જોવા મળે છે.
બચાવ અને રાહતની ટીમ તે માણસના કાઢયા બાદ તેના નીચેથી એક બાળકને પણ બહાર કાઢે છે. પહેલા લાગે છે કે તે બાળક મૃત છે, પણ જેવા કાટમાળના અંધકારમાં બાળક બહાર આવે છે કે બહારના પ્રકાશના કારણે તેની આંખો ખુલે છે. બચાવ અને રાહતની ટીમ આ દ્રશ્યો જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તેના પિતાએ પોતાના પરિવાર અને દેશના ભવિષ્યને જીવિત રાખવા માટે પોતાના જીવની આહુતી આપી દીધી હતી.
ये वीडियो ह्रदयविदारक है .. 💔💔
पिता ने साँस छोड़ दी पर अपने बच्चे को बचाने के लिए उसका साथ और हाथ नहीं छोड़ा ..
बच्चा बच गया ❤️#TurkeySyriaEarthquake pic.twitter.com/l9GW72J9fJ
— Vinod Kapri (@vinodkapri) February 8, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. મોટા ભાગના યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, બલિદાની પિતા. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો પિતાના અદ્દભુત પ્રેમની સાબિતી આપી રહ્યો છે. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો જોઈ હું તો રડી જ પડયો, પોતાના જીવ ગુમાવી દીકરાનો બચાવી લીધો, આ પિતાને સલામ.