True Friendship : પોતાના મિત્રનો જીવ બચાવવા સાપ સાથે લડી પડી ગરોળી, વીડિયો થયો વાયરલ

મિત્રતાએ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. પણ સાચો મિત્ર તો નસીબદારને જ મળે છે. તમે પણ અનુભવ કર્યો હશે કે મુશ્કેલ સમયમાં સાચો દોસ્ત કયારેય સાથ નથી છોડતો. આવા મિત્રોને સાચવીને રાખો કારણ કે આવા મિત્રો ફરી ક્યારેય મળતા નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક […]

True Friendship : પોતાના મિત્રનો જીવ બચાવવા સાપ સાથે લડી પડી ગરોળી, વીડિયો થયો વાયરલ
Viral video
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:49 PM

મિત્રતાએ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. પણ સાચો મિત્ર તો નસીબદારને જ મળે છે. તમે પણ અનુભવ કર્યો હશે કે મુશ્કેલ સમયમાં સાચો દોસ્ત કયારેય સાથ નથી છોડતો. આવા મિત્રોને સાચવીને રાખો કારણ કે આવા મિત્રો ફરી ક્યારેય મળતા નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો- વાહ…ભાઈ વાહ…દોસ્તી હોય તો આવી. આ વીડિયોમાં એક સાપ ગરોળી પર હુમલો કરે છે (Snake Attack Lizard). આ પછી ગરોળીનો સાથી જે પણ કરે, તે ફક્ત એક સાચો મિત્ર જ કરી શકે છે. ગરોળી તેના મિત્રને બચાવવા ઝેરી સાપ સાથે લડે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક સાપ ઘરની બહાર દિવાલ પર સરકતી ગરોળી પર હુમલો કરે છે. આ પછી તેના પોતાના શરીર સાથે ચોંટી જાય છે. પરંતુ બીજી જ ક્ષણે જે દ્રશ્ય આવે છે તે તેનાથી પણ વધુ ચોંકાવનારું છે. મિત્રને મુશ્કેલીમાં જોઈને સાથી ગરોળી સાપ પર હુમલો કરે છે. તમે જોઈ શકો છો કે ગરોળી સાપને મોંથી દબાવીને તેને મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાપ તે ગરોળીને ખાવાનો પ્રયાસ કરી તેને ભગાડી દે છે. જો કે, ગરોળી તેના સાથીનો જીવ બચાવવામાં સફળ રહે છે કે કેમ તે વીડિયો પરથી જાણી શકાયું નથી. પરંતુ વીડિયોમાં ગરોળી જે પણ કરે છે, તે કોઈ રિયલ હીરોથી ઓછી નથી. તો ચાલો જોઈએ આ વિડિયો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


મિત્રતાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરતો આ વીડિયો Instagram પર નેચર_એનિમલ્સ_બર્ડ નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. 2 જૂને અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 65 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જો કે, વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ઈમોશનલ થઈ ગયા છે. આ વીડિયો ભલે ગરોળી સાથે જોડાયેલો છે, પરંતુ જે રીતે તે પોતાના પાર્ટનરને સાપથી બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, તે લોકોને ખૂબ જ ભાવુક કરી રહી છે.