ડુંગરાળ રસ્તાઓમાં વાહન (Driving in Hilly Roads)ચલાવવું એ દરેકના બસની વાત નથી. આવા રસ્તાઓ પર ડ્રાઇવિંગ અથવા રાઇડિંગ માટે ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે. ખાસ કરીને મોટા વાહનો (બસ અને ટ્રક) ને ઘણી જવાબદારીઓ સાથે ચલાવવાનું હોય છે કારણ કે એક વખત તે પહાડી રસ્તાઓ પર ફસાઈ જાય તો રસ્તો જામ થઈ જાય છે અને સાથે અકસ્માતો પણ થાય છે, આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક ટ્રક રસ્તામાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે જોનારાના શ્વાસ ક્ષણભર અટકી ગયા હતા.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ખૂબ જ સાંકડા રસ્તામાં ફસાઈ ગઈ છે. આગળ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, જેથી ટ્રક ત્યાં જ રોકવી પડી. પરંતુ તે પછી જે બન્યું તે ખરેખર શ્વાસ થંભાવી દે તેવું હતું કારણ કે ટ્રક આગળ કે પાછળ જઈ શકતી નહોતી. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે આટલી ભારે ટ્રક ખાડામાં ન પડી જાય. આ વીડિયો જોઈને તમને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે કે ટ્રક ડ્રાઈવર કેટલો મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. લોકો કોમેન્ટ કરીને પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ ટ્રક ડ્રાઈવરમાં ખરેખર ઘણી હિંમત છે કારણ કે જ્યારે દર્શકો આટલા ડર અનુભવતા હોય છે, તો કલ્પના કરો કે ડ્રાઈવરની હાલત કેવી હશે.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘આવા રસ્તાઓ ચાલતી વખતે સાવધાની રાખવી જોઈએ. કારણ કે એક નાની ભૂલથી જીવનો જોખમ રહે છે! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા નોંધાવી હતી.
આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર memewalanews નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘હવે શું થશે?’ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને સેંકડો લાઈક્સ અને વ્યૂઝ પણ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: e Shram Card Benefits: શું ખેડૂતોનું પણ બની શકે છે ઈ-શ્રમ કાર્ડ, જાણો શું કહે છે નિયમ?
આ પણ વાંચો: Aaradhya Bachchan એ એશ્વર્યા સાથે ધ્વજ લહેરાવી ગાયું રાષ્ટ્રગીત, યુઝર્સ બોલ્યા ‘ઘણું જીવો બેટા’