ભારે હિમવર્ષા વચ્ચે ખુખરી ડાન્સ કરતા જવાનોનો વીડિયો વાઈરલ થયો, જેને વીડિયો જોયો તેમણે જવાનોના જુસ્સાને કર્યું સલામ

|

Jan 08, 2022 | 10:16 PM

કડકડતી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત જવાનોનો ઉત્સાહ ઓછો થયો નથી. આ સૈનિકો બરફથી ઢંકાયેલી ચાદરની વચ્ચે ગોરખા ખુખરી ડાન્સ કરતા જોઈ શકાય છે.

ભારે હિમવર્ષા વચ્ચે ખુખરી ડાન્સ કરતા જવાનોનો વીડિયો વાઈરલ થયો, જેને વીડિયો જોયો તેમણે જવાનોના જુસ્સાને કર્યું સલામ
Indian Army Dance Video

Follow us on

આપણા બહાદુર સૈનિકો (Indian Army) શિયાળાની ઋતુ અને કડકડતી ઠંડી વચ્ચે લોકો પોતાના ઘરની અંદર બેઠા હોય ત્યારે ખૂબ જ નીચા તાપમાન વચ્ચે દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક અને જમ્મુ-કાશ્મીરની અગ્રીમ પોસ્ટ પર હાલમાં ભારે હિમવર્ષા (Jammu Kashmir Snowfall) થઈ રહી છે. કડકડતી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત જવાનોનો ઉત્સાહ ઓછો થયો નથી. આ સૈનિકો બરફથી ઢંકાયેલી ચાદરની વચ્ચે ગોરખા ખુખરી ડાન્સ કરતા જોઈ શકાય છે.

ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ દરેક ભારતીય જવાનોના જુસ્સાને સલામ કરી રહ્યા છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક ભારતીય સૈનિકો ગોરખા ખુખરી ડાન્સ કરી રહ્યા છે. જ્યાં આ જવાનો ડાન્સ કરી રહ્યા છે તે જગ્યાએ ચારેબાજુ બરફ જમા થયો છે અને ઉપરથી હિમવર્ષા ચાલુ છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આપણે બધા જાણીએ છીએ કે તેઓ આપણા જવાનો સુરક્ષાની ફરજ કેટલી જવાબદારીપૂર્વક નિભાવે છે. શૂન્યથી નીચેના તાપમાનમાં પણ આ જવાનોનો જુસ્સો ઓછો થતો નથી. ભારતીય સેનાના જવાન કોઈપણ પ્રકારના તણાવ અને મુશ્કેલી વિના બરફ વચ્ચે આપણી સુરક્ષા માટે દિવસ-રાત લડી રહ્યા છે.

હિમવર્ષા વચ્ચે ભારતીય સૈનિકો ગર્ભવતી મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ ગયા

ભારતીય સેનાના જવાનો સરહદ પર દેશની રક્ષાની સાથે સામાન્ય લોકોની મદદ કરવામાં પાછળ પડતા નથી. શનિવારે તેણે એવું કામ કર્યું છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના જવાનો ગર્ભવતી મહિલાને છ કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેણે આ કામ ભારે હિમવર્ષા દરમિયાન કર્યું હતું.

શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે સવારથી જ ફ્લાઈટ ઑપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના રનવે અને પાર્કિંગ વિસ્તારમાં સતત બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ઓપરેટ થતા તમામ 40 વિમાનો રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 600 મીટરથી ઓછી થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : રેકોર્ડ વેક્સિનેશન થવા પર સેન્ડ આર્ટિંસ્ટે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, જુઓ રેતી પર બનાવેલી શાનદાર તસવીર

આ પણ વાંચો : Video : ભાજપના આ ધારાસભ્યને ખેડુતે મંચ પર મારી થપ્પડ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

Next Article