Trending Video: 30 મિનિટ… સાક્ષાત મોતના મુખમાં! ગુજરાતમાં સિંહણના સકંજામાં ફસાયો ‘શખ્સ’, આ રીતે બચાવ્યો ‘પોતાનો જીવ’

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. બસ આવો જ એક વીડિયો તાજેતરમાં ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેને જોઈને ભલભલાના રૂવાંડાં ઊભા થઈ ગયા છે. અહીં એક શખ્સ અચાનક સિંહણની સામે આવી ગયો અને સિંહણે તેને પકડી લીધો. ત્યારબાદ, જે થયું એ ખરેખરમાં હૃદયના ધબકારા વધારી દે તેવો 'નજારો' છે.

Trending Video: 30 મિનિટ... સાક્ષાત મોતના મુખમાં! ગુજરાતમાં સિંહણના સકંજામાં ફસાયો શખ્સ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
| Updated on: Aug 14, 2026 | 5:27 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર જંગલી પ્રાણીઓ (Animal Video) અને માણસોના સામસામે આવી જવાના વીડિયો વાયરલ થતા રહે છે. એવામાં હાલ ગુજરાતમાંથી સામે આવેલો તાજેતરનો વીડિયો કોઈના પણ રૂવાંડાં ઊભા કરી દેવા માટે કાફી છે. અહીં એક શખ્સ અચાનક એશિયાઈ સિંહણની સામે આવી ગયો અને જોતજોતામાં સિંહણે તેને પોતાના સકંજામાં લઈ લીધો.

Viral Video  જુઓ

સામે આવેલા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ જમીન પર પડેલો છે અને તેની બરાબર ઉપર સિંહણ બેઠેલી છે. સિંહણે તેના પગ અને નીચેના ભાગને પોતાના પંજામાં જકડી રાખ્યો છે. આ દરમિયાન શખ્સ એકદમ સ્થિર રહેવાનો પ્રયાસ કરે છે, કારણ કે જરા પણ હલચલ સિંહણને આક્રમક બનાવી શકતી હતી.

ઘટના સમયે આસપાસ હાજર લોકોએ દૂરથી જ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું, જેથી સિંહણનું ધ્યાન ભટકાવી શકાય. વીડિયોમાં લોકોનો ગભરાટ અને ચીસાચીસ સાફ સાંભળી શકાય છે. લોકો વાહનો અને લાકડીઓની મદદથી સિંહણને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સિંહણ શખ્સને છોડવા તૈયાર નહોતી.

લગભગ 30 મિનિટ સુધી આ ‘જીંદગી અને મોત’ ની રમત ચાલતી રહી. શખ્સે અદમ્ય સાહસ અને સમજદારીનો પરિચય આપતા કોઈ અચાનક પ્રતિક્રિયા ન આપી, જેનાથી સિંહણે તેના પર કોઈ જીવલેણ હુમલો ન કર્યો.

સ્થાનિક લોકોના સતત અવાજ કરવાથી અને વાહનોના હોર્નના અવાજથી આખરે સિંહણ થોડી પાછળ હટી. આ જ તકનો લાભ ઉઠાવીને વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી પીડિતને તુરંત ત્યાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

હૃદયના ધબકારા વધારી દે તેવો ‘નજારો’

વીડિયો જોઈને તમારું મગજ પણ ચકરાવે ચડી ગયું હશે. કેટલાક લોકોને તો પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હશે. બીજી તરફ, વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે પણ કોઈ હિંસક પ્રાણી જેમ કે સિંહ કે દીપડો સામે આવી જાય, તો ભાગવાની ભૂલ બિલકુલ ન કરવી.

ભાગવાથી પ્રાણી તમને શિકાર સમજીને હુમલો કરી દે છે. શખ્સની શાંતિ અને હલચલ કર્યા વગર પડી રહેવાની સમજદારી જ તેનો જીવ બચાવવામાં સૌથી મદદરૂપ સાબિત થઈ. એક્સ (X) પર આ વીડિયોને saurav_paswan2 નામના યુઝરે શેર કર્યો છે.

Trending Video : આ જુગાડ દેશની બહાર ના જવો જોઈએ ! ડોલ ભરાતા જ નળ આપમેળે થયો બંધ, જુઓ શાનદાર હેક

Follow Us
Loading...
Unable to load recommendations.