પુરુષોત્તમ એક્સપ્રેસના ‘ફર્સ્ટ એસી’ કોચનો એક ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક પરિવાર ટ્રેનમાંથી ચાદર અને ટુવાલ ચોરતા પકડાયો હતો. આ વાત ત્યારે બહાર આવી જ્યારે એક રેલવે કર્મચારીએ તેમના બેગની અચાનક તપાસ કરી.
વાયરલ વીડિયોમાં, કોચ પેસેન્જર પરિવાર સાથે ઉગ્ર દલીલ કરતા જોઈ શકાય છે. ત્યારબાદ એટેન્ડન્ટ મુસાફરોના બેગમાંથી એક પછી એક રેલવેનો સામાન કાઢે છે અને કહે છે કે, “જુઓ, તમારી બેગમાં ચાદર અને ટુવાલના ચાર સેટ છે.” આ પછી એટેન્ડન્ટ કહે છે, “આ વસ્તુઓ અમને પરત કરો અથવા તો 780 રૂપિયા ચૂકવો.”
Traveling in 1st AC of Purushottam express is a matter of pride itself.
But still people are there who don’t hesitate to steal and take home those bedsheets supplied for additional comfort during travel. pic.twitter.com/0LgbXPQ2Uj
— ଦେବବ୍ରତ Sahoo (@bapisahoo) September 19, 2025
Video Credit: X/@bapisahoo
મુસાફરોએ સમજાવ્યું કે, તેમની મમ્મીએ કદાચ ભૂલથી આ વસ્તુઓ પેક કરી હશે પરંતુ એટેન્ડન્ટે તેમના પર વિશ્વાસ ન કર્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે, “તમે ફર્સ્ટ એસીમાં મુસાફરી કરી રહ્યા છો અને ચોરી કરી રહ્યા છો.”
આ દરમિયાન ઘટનાસ્થળે હાજર એક ‘TTE’એ પરિવારને જાણ કરી કે, આ ‘રેલવે કાયદા’ હેઠળ એક ગુનો છે. ટીટીઈએ ચેતવણી આપી કે, જો તેઓ પૈસા નહીં ચૂકવે તો રેલવે પોલીસ આવશે અને તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે, જેના પર નેટીઝન્સ તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, “ફર્સ્ટ એસીમાં પણ આવું કૃત્ય.” બીજાએ કહ્યું કે, “વાત ફક્ત ચાદર ચોરીની નથી; પબ્લિક પ્રોપર્ટીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આવા લોકોને કડક સજા થવી જોઈએ.”
Published On - 6:32 pm, Sun, 21 September 25