Trending Video : નેપાળમાં ભયાનક પૂરમાં અડીખમ રહ્યું આ ઘર, જુઓ Video કેવી રીતે પરિવારનું રેસ્ક્યુ કરાયું

નેપાળમાં વિનાશકારી પૂર વચ્ચે એક ઘર મજબુત રીતે ઉભું જોવા મળી રહ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થયો હતો. આજબાજુ કદાવ કીચડ અને પુરમાં બધુ તણાય રહ્યું છે. ત્યારે આ ઘરની અંદર રહેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. હવે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Trending Video : નેપાળમાં ભયાનક પૂરમાં અડીખમ રહ્યું આ ઘર, જુઓ Video કેવી રીતે પરિવારનું રેસ્ક્યુ કરાયું
| Updated on: Aug 31, 2026 | 10:20 AM

નેપાળના ગ્રીન હાઉસથી ફેમસ એક ઘરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ દુનિયાભરના લોકો ચોંકી ગયા છે. ચારો બાજુ તબાહી વચ્ચે એક ઘર અડીખમ ઉભું છે. સોશિયલ મીડિયા પર આ ઘરની હજુ પણ ખુબ ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે, આ ઘરમાં રહેતા પરિવારનું શું થયું હશે? હવે આ સવાલનો જવાબ આપવા એક વીડિયો સામે આવ્યો છે.

સિંગાપુરની Channel NewsAsia (CNA)ના રિપોર્ટ મુજબ ઘરમાં ફસાયેલા પરિવારને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. CNA પરિવારના રેસ્ક્યુની વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે.

 

 

નેપાળનું અડીખમ ઘર

નેપાળમાં આવેલા પૂરે દેશના મોટા ભાગોમાં ભારે વિનાશ મચાવ્યો છે. બુધવારના પૂર પછી જાહેર કરાયેલા ફોટા અને વીડિયોમાં મોટા ઘર બાંધકામો પાણીના પ્રવાહમાં વહી ગયા છે. નેપાળની ચીન-તિબેટ સરહદ પર પૂરે મોટી ઇમારતોને ધરાશાયી કરી દીધી હતી, પરંતુ એક ઘર, બધાને આશ્ચર્યચકિત કરી દીધું, જે પૂરનો સામનો કરી શક્યું. આ ઘર પૂરમાંથી બચી ગયું હોવાના વીડિયોએ સામાન્ય લોકોથી લઈને નિષ્ણાતો સુધી, બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

 

 

વીડિયોમાં, એક પરિવારના અંદાજે ત્રણ સભ્યો એક ઘરના બીજા માળની બાલ્કનીમાં ફસાયેલા જોઈ શકાય છે. તેમની આસપાસ, કાદવનો પ્રવાહ તેમના પર વહી ગયો, જેમાં મોટા પથ્થરો, કાટમાળ હતા. આ વસ્તુઓ ર ઘર સાથે અથડાઈ રહી હતી, પરંતુ તે બધાનો સામનો કરી શક્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આજુબાજુ રહેલા મકાનો પડી ભાગ્યા છતાં આ ઘર અડીખમ ઉભું હતુ. હવે લોકો આ મકાન બનાવનારને એવોર્ડ આપવાની વાત કરી રહ્યા છે.

Breaking News : નેપાળમાં પૂરને કારણે રોકડથી લઈ બેંકની સોના-ચાંદી સહિત 43.5 અબજની રકમ પૂરમાં તણાઈ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.