Trending Video : ભિખારી બનીને યુટ્યુબરે 8 કલાકમાં 4 હજારની કમાણી કરી, લોકોએ કહ્યું આ છે Tax ફ્રી કમાણી જુઓ વીડિયો

આપણે ઘણીવાર રસ્તા પર ભિખારીઓ મળતા હોય છે, અને આપણે કેટલીક વખત તેમને કોઈ કામ કરવાની સલાહ આપીએ છીએ. પૈસા કમાવવા માટે પણ સખત મહેનત કરવી પડે છે. પરંતુ ભિખારી બનવા માટે પણ સખત મહેનત કરવી પડે છે, આ હકીકત હરિદ્વારમાં એક યુટ્યુબરે અનુભવી.

Trending Video :  ભિખારી બનીને યુટ્યુબરે 8 કલાકમાં 4 હજારની કમાણી કરી, લોકોએ કહ્યું આ છે Tax ફ્રી કમાણી જુઓ વીડિયો
Image Credit source: AI
| Updated on: Aug 26, 2026 | 10:02 AM

ભીખ માંગવી યોગ્ય નથી. પોતાની બુદ્ધિ અને મહેનત દ્વારા પૈસા કમાય જીવન જીવવું જરુરી છે. છતાં, સમગ્ર ભારતમાં, ભીખ માંગવી એ કેટલાક માટે મજબૂરી છે, અને કેટલાક માટે પસંદગી બની ગઈ છે. ભીખ માંગીને કોઈ કેટલા પૈસા કમાઈ શકે છે? તેનો ખુલાસો આજે થઈ ચૂક્યો છે.

ભીખ માંગીને પૈસા કમાયા

ભિખારીના કપડા અને તેનો લુક જોઈ આપણે લાગે છે કે, આ લોકો વધારે કમાણી કરતા નહી હોય. એક યુટ્યુબરે આ વિચાર માટે એક અખતરો કર્યો અને હરિદ્વારના કાવડ મેળામાં ભિખારી બની પહોંચ્યો હતો. લાંબા ચાલેલા આ વીડિયોમાં ભિખારીની કમાણીનો અંદાજ લગાવી શકાય છે. આ વીડિયો પુરુષોત્તમ નામના યુટ્યુબરે બનાવ્યો છે. તે સચિનને ભુલક્કડ ચંદ્ર ભિખારી બનાવી હરિદ્વારના મેળામાં લાવ્યા હતા. એવો ભિખારી જે ભુલી જાય છે. કાવડ મેળામાં સચિન ભીખ માંગવા માટે નિકળે છે. વીડિયોના અંતે તે કહે છે. આ કામમાં મહેનત પણ છે.

 

 

 

 

8 કલાકની કમાણી 4000 હજાર રુપિયા

આમ ભિખારીના લુકમાં તેમણે સતત 8 કલાક સુધી ભીખ માંગી હતી. યુટ્યુબરે અંદાજે 4 હજારની કમાણી કરી હતી. આમ તેમણે મહિના ભરનો અંદાજ લગાવ્યો જે અંદાજે 120000 સુધી પહોંચે છે. આ કમાણી જોઈ તેમણે કહ્યું મોટી મોટી નોકરી કરનારા પણ આટલા રુપિયા કમાય શકતા નથી.આ વિડીયો પર એક પોસ્ટ લખી છે, જેમાં અંદાજ છે કે 4,000ના આધારે 1 કલાકની કમાણી 500 થાય છે. જો કોઈ 12 થી 13 કલાક માટે આ જ મહેનત કરે છે, તો કમાણી 8,000 થી 10,000 સુધી પહોંચી શકે છે. માસિક 300,000 પણ કમાઈ શકાય છે. આ વીડિયો જોનારા ભીખ માંગવાનો બિઝનેસ માને છે. એક યુઝરે કહ્યું આ ટેક્સ ફ્રી છે.

 

 

 

 

 

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.