
10 હજાર ફીટની ઉંચાઈ અને નીચે જમીન આટલું વિચારતા જ મગજ ફરવા લાગે છે. તો બચવું કેવી રીતે શક્ય છે પરંતુ યુકેમાં એક મહિલાની સાથે આવો ચમત્કાર થયો છે. જે જાણી બધા ચોંકી ગયા છે. આટલી ઉંચાઈ પરથી નીચે પડ્યા પછી પણ મહિલા જીવતી બચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે. જેને જોઈ લોકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા.
આ સમગ્ર અકસ્માત નોટિધમના લૈંગર એરફીલ્ડમાં થયો છે. ડેવોનના ઓકહૈમ્પટનની રહેવાસી 35 વર્ષની હોલી વિફેન પોતાના મિત્રોની સાથે સ્કાઈડાઈવિંગ કરવા ગઈ હતી. તમામ 12 હજાર ફીટની ઉંચાઈ થી પ્લેનમાંથી કૂદ્યા હતા.
WATCH IT IF YOU DARE. A SKYDIVER GETS KNOCKED OUT COLD AND PLUMMETS 10,000FT WITH NO CHUTE OPEN… AND WALKS AWAY ALIVE!
A skydiver gets knocked UNCONSCIOUS in mid-air and then drops 10,000ft with no parachute open. Her fellow jumpers can only watch, helpless, as she… pic.twitter.com/8AcObCurxS
— J Stewart (@triffic_stuff_) September 7, 2026
મિરર યુકેના એક રિપોર્ટ મુજબ હવામાં જ ટ્રૈકિંગ કરતી વખતે એક બીજા સ્કાઈડ્રાઈવરના પગ જોરથી હોલીના માથા પર લાગ્યા હતા. ટકકર એટલી વધારે હતી કે, તે હવામાં બેહોશ થઈ ગઈ હતી. 150ની સ્પીડથી નીચે પડવા લાગી હતી. તેના ફ્રેન્ડે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પકડી શક્યા નહી.કિસ્મત એટલા સારા હતા. કે, તે એક વૃક્ષમાં પડી હતી. જેના કારણે તેના નીચે પડવાની સ્પીડ ધટી ગઈ હતી. તેનો જીવ બચી ગયો હતો. હોશ આવ્યો તો તે જમીન પર પડી હતી.
આ અકસ્માતમાં હોલીને કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, મૃત્યુ સાથે આટલી નજીકની મુલાકાત પછી પણ, હોલીએ હિંમત ગુમાવી નથી. તે કહે છે કે તે સ્વસ્થ થતાં જ ફરીથી સ્કાયડાઇવિંગ કરશે.