AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : સિક્કા ગણતા-ગણતા શોરૂમ વાળા થાકી ગયા ! ₹10 ની નાની બચતે પૂરું કર્યું પાદરીનું નવું ટૂ-વ્હીલર ખરીદવાનું સ્વપ્ન

લક્ષ્મીપેટના રહેવાસી રવિ જોસેફે ત્રણ વર્ષ સુધી રોજિંદા ખરીદીમાંથી 10 રૂપિયાના સિક્કા બચાવ્યા. ધીમે ધીમે, તેની બચત 1.23 લાખ રૂપિયા સુધી પહોંચી. પછી તે આ પૈસાનો ઉપયોગ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે કર્યો. ત્રણ વર્ષ સુધી સતત બચત કરવાથી તેનું સ્વપ્ન પૂર્ણ થયું.

Trending Video : સિક્કા ગણતા-ગણતા શોરૂમ વાળા થાકી ગયા ! ₹10 ની નાની બચતે પૂરું કર્યું પાદરીનું નવું ટૂ-વ્હીલર ખરીદવાનું સ્વપ્ન
Telangana Pastor Saves 1.23 Lakh In 10 Rupee Coins Buys New ScootyImage Credit source: X
| Updated on: Oct 11, 2026 | 8:57 AM
Share

તેલંગાણાના મંચેરિયલ જિલ્લાના લક્ષ્મીપેટમાં રહેતો ચર્ચનો પાદરી રવિ જોસેફે બચતનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે ત્રણ વર્ષ સુધી ₹10ના સિક્કા એકઠા કરતો હતો અને આ રીતે કુલ ₹1.23 લાખની બચત કરી. આ રકમનો ઉપયોગ કરીને તેણે નવું ટૂ-વ્હીલર ખરીદ્યું. રવિ જોસેફની બચત કરવાની રીત ખૂબ જ સરળ હતી. તેઓ શાકભાજી, કરિયાણું અને રોજિંદા જીવનમાં જરૂરી અન્ય વસ્તુઓની ખરીદી કરતો હતો. ખરીદી કર્યા બાદ તેની પાસે બચતા ₹10ના સિક્કા ખર્ચવાને બદલે તેઓ અલગથી જમા કરતો હતો. આ રીતે દરરોજ થતી તેની નાની બચત ધીમે-ધીમે મોટી રકમમાં પરિવર્તિત થઈ. આ વીડિયો સોશિયલ મીડિયા X પર @sudhakarudumula દ્વારા શેર કરવામાં આવ્યો છે.

ત્રણ વર્ષ સુધી સતત સિક્કા એકઠા કરતો રહ્યો

ત્રણ વર્ષ સુધી સતત સિક્કા એકઠા કર્યા બાદ જ્યારે તે પોતાની બચતની ગણતરી કરી, ત્યારે કુલ રકમ ₹1.23 લાખ થઈ હતી. આટલી મોટી રકમ એકઠી થતાં તેમણે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નવું ટૂ-વ્હીલર ખરીદવાનો નિર્ણય લીધો. રવિ જોસેફની આ વાત દર્શાવે છે કે બચત માટે હંમેશાં મોટી રકમથી શરૂઆત કરવી જરૂરી નથી. રોજિંદા ખર્ચમાંથી બચતા થોડા પૈસા પણ જો નિયમિત રીતે અલગ રાખવામાં આવે, તો સમય જતાં નોંધપાત્ર રકમ એકઠી થઈ શકે છે. આજના સમયમાં વધતા ખર્ચ વચ્ચે તેની આ આગેવાની લોકોને બચતની ટેવ વિકસાવવા માટે પ્રેરણા આપે છે. યોગ્ય આયોજન, ધીરજ અને નિયમિત બચત દ્વારા નાનાં નાણાંથી પણ મોટું લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

વાત ટૂ-વ્હીલરની છે, પરંતુ સંદેશ બચતનો

આજના સમયમાં જ્યારે ખર્ચાની યાદી સતત લાંબી થતી જાય છે, ત્યારે બચત કરવી ઘણા લોકો માટે મુશ્કેલ બની જાય છે. ઘરનું કરિયાણું, વીજળીનું બિલ, બાળકોની ફી અને રોજિંદી જરૂરિયાતો પૂરી કર્યા પછી પૈસા બચાવવા સહેલું નથી. આવા સમયે રવિ જોસેફની કહાની એક સરળ વાત યાદ અપાવે છે કે પોતાની આવક અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બચત કરવાની એવી રીત પસંદ કરો, જેને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : ‘જોની-જોની યસ પાપા, જ્ઞાનેશ કુમાર નો પાપા…’ મમતા બેનર્જીનો વીડિયો વાયરલ

Follow Us
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
g clip-path="url(#clip0_868_265)">