Trending Video: દેશની સરહદે અડીખમ રહેતો ‘જવાન’ બાપની કાયા સામે ભાંગી પડ્યો, આ વીડિયો જોઈને કરોડો આંખો રડી પડી

સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રના પ્રેમનો એક એવો વીડિયો વાયરલ થયો છે કે, જે જોઈને કોઈ પણ વ્યક્તિની આંખો ભીની થઈ જશે. વાત એમ છે કે, પિતાનું સપનું પૂરું કરવા અને તેમને વિદાય આપવાના આ ભાવુક દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર દરેકનું દિલ જીતી રહ્યા છે.

Trending Video: દેશની સરહદે અડીખમ રહેતો જવાન બાપની કાયા સામે ભાંગી પડ્યો, આ વીડિયો જોઈને કરોડો આંખો રડી પડી
Image Credit source: AI Generated
| Updated on: Jul 29, 2026 | 2:38 PM

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ (Video Viral) થતા હોય છે. કેટલાક વીડિયો હસાવે છે, તો કેટલાક વીડિયો આપણી આંખોમાં આંસુ લાવી દે છે. તાજેતરમાં આવો જ એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ.

આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયાના લગભગ તમામ પ્લેટફોર્મ પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @ghantaa નામના પેજ પર જોવા મળી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં આર્મીમાં ભરતી થયેલા એક પુત્ર અને તેના મૃત પિતાના અધૂરા સપના વિશે જણાવવામાં આવ્યું છે.

પુત્રને Army ની વર્દીમાં જોવાનું પિતાનું સપનું હતું

કેપ્શનમાં ખૂબ જ ભાવુક વાત કહેવામાં આવી છે. રાજસ્થાનના અજમેરના રહેવાસી સની સિંહ રાવતનું સપનું ભારતીય આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. આ સપનું માત્ર તેમનું જ નહીં પરંતુ તેમના પિતા કૃપાલ સિંહ રાવતનું પણ હતું.

તેઓ હંમેશા ઈચ્છતા હતા કે, તેમનો પુત્ર સેનાની વર્દી પહેરીને દેશની રક્ષા કરે. સનીની મહેનત રંગ લાવી અને તેઓ અગ્નિવીર તરીકે ભારતીય આર્મીમાં ભરતી થઈ ગયા. પરિવાર માટે આ ગૌરવની ક્ષણ હતી પરંતુ કુદરતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું.

આર્મીની વર્દીમાં પુત્રએ પિતાને આપી ‘અંતિમ વિદાય’

જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેનિંગ દરમિયાન જ સનીને આ દુઃખદ સમાચાર મળ્યા કે તેમના પિતાનું તબિયત બગડવાને કારણે નિધન થયું છે. આ સમાચાર સાંભળતા જ સની રજા લઈને ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી સનીએ જે કર્યું, તે જોઈને દરેક વ્યક્તિની આંખો ભરાઈ આવી. તેમણે ભારતીય આર્મીની વર્દી પહેરીને પોતાના પિતાને અંતિમ સલામી આપી.

ટૂંકમાં, જે વર્દીમાં પોતાના પુત્રને જોવાનું સપનું તેના પિતાએ વર્ષોથી જોયું હતું, તે જ વર્દીમાં પુત્રએ તેમને અંતિમ વિદાય આપી. આ ક્ષણ ત્યાં હાજર દરેક વ્યક્તિ માટે ખૂબ જ ભાવુક હતી. પુત્રની આંખોમાં પોતાના પિતાને ગુમાવવાનું દુઃખ હતું પરંતુ સાથે એ સંતોષ પણ હતો કે, તેણે તેના પિતાનું સૌથી મોટું સપનું પૂરું કર્યું.

વીડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે

Viral Video માં જોઈ શકાય છે કે, સનીના પિતાની ચિતા સજાવવામાં આવી છે. ગામના લોકો તેમના પાર્થિવ શરીરને પકડીને ઊભા છે અને સની આર્મીની વર્દીમાં પોતાના પિતાને છેલ્લી વાર સલામી આપી રહ્યો છે. સલામી આપ્યા પછી સની ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તરત જ પોતાના પિતાના દેહને ભેટીને રોવા લાગે છે.

આ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભરાઈ આવી અને લોકો રોવા લાગ્યા. પોતાના પિતાને આપવામાં આવેલી આ અંતિમ વિદાયનો વીડિયો જોઈને ચોક્કસપણે તમારી આંખોમાં પણ પાણી આવી જશે.

વીડિયો જોઈને લોકો ભાવુક થયા

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને શેર કરી ચૂક્યા છે. વીડિયો જોયા પછી લોકો ભાવુક થઈ રહ્યા છે અને સની સિંહ રાવતના સાહસ, સમર્પણ અને પિતા પ્રત્યેના તેમના પ્રેમની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

Trending Video : માતાનું સ્મિત જ મહેનતની ખરી કમાણી, દીકરાની નવી BMW જોઈને માતા થઈ ભાવુક ! જુઓ Video

Follow Us