Trending Video : રુમમાં ઘૂસી ગયો ઉંદર, પછી જે થયું તેને જોઈ લોકોએ કહ્યું- ખોટા ઘરમાં આવ્યો, જુઓ Video

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રુમમાં ઉંદર ઘૂસી જાય છે. સાથે કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Trending Video  : રુમમાં ઘૂસી ગયો ઉંદર, પછી જે થયું તેને જોઈ લોકોએ કહ્યું- ખોટા ઘરમાં આવ્યો, જુઓ Video
| Updated on: Jul 29, 2026 | 11:41 AM

સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘરમાં અચાનક ઉંદર આવી જાય છે. રુમમાં રહેલા કેટલાક છોકરાની નજર જેવી ઉંદર પર જાય છે. આ ઘટનાને કેમેરામાં કેદ કરે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ચાલો જોઈએ આ વીડિયોમાં શું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

વાયરલ વીડિયોમાં એક રુમનો સીન દેખાડવામાં આવે છે. જ્યાં અચાનક રુમમાં ઉંદર આવી જાય છે. રુમની અંદર કેટલાક છોકરા જોવા મળી રહ્યા છે. જેવી બધાની નજર ઉંદર પર જાય છે. તે બહાર કાઢવાનો પ્રયત્ન કાંઈ અલગ રીતે કરે છે. તો કેટલાક છોકરા આ ઉંદરને ચંપ્પલથી મારવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન ઉંદર બધાથી ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારે અન્ય એક છોકરો ઉંદરની પુંછડી પકડી એકબીજા પર ફેકે છે.

 

 

પછી ઉંદરને તેની પૂંછડીથી પકડીને હવામાં ફેંકવામાં આવે છે જાણે તે કોઈ બોલ હોય. જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ તેમ ચાલુ રહે છે. ક્યારેક કોઈ તેને મારવાનો પ્રયાસ કરે છે, ક્યારેક કોઈ તેને ઉપાડીને ક્યાંક ફેંકી દે છે. આખો વીડિયો આ ઘટનાની આસપાસ ફરે છે. જ્યારે આ વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, તે હજુ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને મોટી સંખ્યામાં વ્યૂઝ મળી રહ્યા છે.

નોંધ: આ સમાચારમાં તમને આપવામાં આવેલી બધી માહિતી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે અને ટીવી9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.

Trending Video : પૌત્રએ દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો, દાદીએ કહ્યું-અમદાવાદથી બોલું છું અમારે બહુ વરસાદ આવે છે અહી ક્લિક કરો

Follow Us