
નેપાળમાં આવેલા વિનાશક પુરે હજારો પરિવારનો નાશ કર્યો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે એકબીજાની મદદ કરી રહ્યા છે.પરંતુ આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે.જેને જોઈ તમે પણ ગુસ્સે થઈ જશો. કારણ કે, એવું લાગી રહ્યું છે કે, ખરેખર નેપાળમાં માનવતા મરી ગઈ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. આ દરમિયાન એક મૃતદેહ તણાય આવ્યો છે. 2 યુવકો આ મૃતદેહના કાન અને ગળામાં પહેરેલા સોનાના ધરેણાં ચોરી કરી રહ્યા છે. જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો લોકો ગુસ્સે થઈ રહ્યા છે. લોકો આ બંને છોકરાને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ ચિતવન જિલ્લા પોલીસ તરત એક્શનમાં આવી છે. પોલીસે બંને આરોપીઓને શોધી કાઢ્યા છે. ધરપકડ પણ કરી છે. પકડાયેલા યુવકોની ઓળખ 25 વર્ષીય મદન ગુરુંગ અને 38 વર્ષીય ઉમેશ ચૌધરીના રુપમાં થઈ છે. પોલીસ હવે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે. જ્યારે અધિકારી ભોટેકોશી પૂર બાદ નારાયણી અને ત્રિશુલી નદીના કિનારેથી મળેલા મૃતદેહોની ઓળખ કરી રહ્યા છે.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
પૂરના કારણે નેપાળમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ છે.માત્ર ચિતવન જિલ્લામાંથી ગુરુવાર સાંજ સુધી અંદાજે 64 લોકોના મૃતદેહ મળ્યા છે. સ્થિતિ એટલી બગડી ગઈ છે કે, સ્થાનિક હોસ્પિટલમાં મૃતદેહને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં નેપાળ પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો તમે કોઈને આવા અભદ્ર કૃત્યો કરતા અથવા આપત્તિ પીડિતો અથવા મૃતદેહો સાથે લૂંટ કરતા જુઓ, તો તાત્કાલિક પોલીસને જાણ કરો. (આ વાયરલ વીડિયોની ટીવી9 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી.)
Published On - 1:42 pm, Fri, 28 August 26