Trending Video વહુએ ડાન્સ કરી કર્યું સાસુનું સ્વાગત, Video જોઈ લોકોએ કહ્યું ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’

સોશિયલ મીડિયા પર સાસ-વહુના પ્રેમનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વહુએ સાસુ ઘરે આવતા જ 'આપકે આ જાને સે' ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ સાસુએ જે કર્યું લોકોનું દિલ જીતી લીધું.

Trending Video વહુએ ડાન્સ કરી કર્યું સાસુનું સ્વાગત, Video જોઈ લોકોએ કહ્યું ક્યોંકી સાસ ભી કભી બહુ થી
Image Credit source: AI
| Updated on: Jul 17, 2026 | 9:40 AM

હંમેશા આપણા સમાજમાં સાસ-વહુના સંબંધોમાં ખાટ્ટા-મીઠ્ઠા રહેતા કે ટીવી સીરિયલ વાળા ડ્રામાને જોડી જોવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ આ બધાને બદલ્યું છે. જ્યારે ઘરે કોઈ વ્યક્તિ લાંબા સમય પછી ઘરે આવે છે. તો આપણે આરતી ઉતારી કે મિઠાઈ ખવડાવી તેનું વેલકમ કરીએ છીએ. પરંતુ આ સાસું-વહુની જોડીએ પોતાના સાસુનું સ્વાગત જે રીતે કર્યું તેનાથી લોકોના દિલ જીતી લીધા છે. કંન્ટેટ ક્રિએટર વહુ કેનાવિતા ગોલાનીનો આ વીડિયો એ વાતનો સબુત છે કે, જો સંબંધોમાં આપણાપણું હોય તો ઘરનો દરેક ખુણે ખુશીથી ઝુમી ઉઠે છે.

‘આપકે આ જાને સે’ના ગીત પર ઝુમી વહુ

વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરુઆત એક લિવિંગ રુમથી થાય છે. બેકગ્રાઉન્ડમાં બોલિવુડનું સુંદર ગીત ‘આપકે આ જાને સે’ વાગી રહ્યું છે. વહુ આ ગીત પર દિલ ખોલીને વાત કરે છે. ત્યારે અચાનક ઘરના દરવાજામાં તેની સાસુ માની એન્ટ્રી થાય છે. જે તેને આ રીતે નાચતા જોઈ ચોંકી જાય છે.

વીડિયોમાં તમે જોશો તો થોડી જ વારમાં સાસું સ્માઈલ કરવા લાગે છે. તે પોતાને રોકી શકતી નથી. વહુને ગળે લગાવી લે છે. મહત્વની વાત એ છે કે, ઈમોશનલ થયા બાદ પણ સાસુ પણ વહુ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આને જોઈ ઘરનો માહૌલ સુંદર જશ્નમાં ફેરવાય જાય છે.

 

 

 

વહુએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું ઘર વાપસીનો એક રિવાજ હોવો જોઈએ. કેપ્ચનશ લોકોનું દિલ જીતી લીધું. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યારસુધી અંદાજે 2 કરોડ વ્યુ મળી ચૂક્યા છે.

લોકોએ કહ્યું સાસુ-વહુ હોય તો આવી

આ વિડીયોએ ઇન્ટરનેટ પર પોઝિટિવિટીની એક નવી લહેર ફેલાવી છે. લોકો કોમેન્ટ સેક્શનમાં આ સાસુ અને વહુની જોડી પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “એક સાસુ જે પોતાની વહુને દીકરીની જેમ ગળે લગાવે છે તે ખરેખર પરિવારને સ્વર્ગ બનાવે છે. બે પુત્રોની માતાએ ટિપ્પણી કરી કે જ્યારે તેના પુત્રો લગ્ન કરે છે, ત્યારે તે પણ પોતાની વહુઓ સાથે આવા જ મૈત્રીપૂર્ણ અને પ્રેમાળ સંબંધ રાખવા માંગે છે.

Trending Video : Zomatoમાંથી ગાય માટે રોટલી મંગાવી, મહિલાની માનવતા જીતી દિલ ગઈ અહી ક્લિક કરો

Follow Us