
એક ભારતીય પરિવાર હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં પોતાના ઘરમાં રહેવા માટે આવ્યો હતો.જ્યારે તેમણે ગૃહ પ્રવેશની પારંપારિક પાર્ટીનું આયોજન કર્યું તો. તેમને એક ચેતવણી વાળી નોટિસ મળી હતી. આ પરિવાર કે તેનો ઘર કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા ન હતા પરંતુ પાર્ટીની સજાવટ તેના પડોશી સંઘ નોટિસનું કારણ બન્યું હતુ.ઈલિનોઈસના શિકાગોમાં રહેનાર એનઆઈ કન્ટેટ ક્રિએટર ગુંજન દેવરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, અમેરિકાના ઘણા રહેણાંક સમુદાયોમાં ઘરમાલિક સંગઠન (HOA) ના નિયમો કેવી રીતે કાર્ય કરે છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @gunjan_usa_diaries નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે, તેમણે તેના પરિવારે ગૃહ પ્રવેશ સમારોહ માટે પોતાના ઘરને સજાવ્યું હતુ. થોડા દિવસો પછી તેમણે ગૃહનગર પરિષદતી એક નોટિસ મળી હતી. જેમાં તેમણે સજાવટ દુર કરવાનું કહેવામાં આવ્યું હતુ. નોટિસમાં એ પણ લખ્યું હતુ કે, નિર્ધારિત સમયની અંદર આવું ન કરવા પર મોટો દંડ લાગી શકે છે. તેમણે કહ્યું વિચારો પોતાનું જ ઘર છે. છતાં નોટિસ મળી.
વિડિઓમાં આગળ, તેમણે સમજાવ્યું કે જો કોઈ HOA (હોમ ઓનર્સ એસોસિએશન) સમુદાયમાં ઘર ખરીદે છે, તો તેમણે એસોસિએશન દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તેમણે કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો, HOA એ એક સંસ્થા છે જેનો હેતુ સમુદાયને સ્વચ્છ, વ્યવસ્થિત અને સારી રીતે જાળવવાનો છે.
તેમણે કહ્યું એચઓએ સમુદાયો માસિક જાળવણી ફી વસૂલ કરે છે, તેના કિસ્સામાં અંદાજે 28,884, અને બદલામાં, તેને વિવિધ સેવાઓ મળે છે, જેમ કે લૉન કાપણી, બાગકામ, જાહેર વિસ્તારોની સફાઈ, વૃક્ષો કાપવા અને તેના ઘરના બહારના ભાગની જાળવણી. તે શિકાગોમાં રહેતી હોવાથી, HOA શિયાળા દરમિયાન અકસ્માતો અટકાવવા માટે સક્રિય રીતે બરફ દૂર કરવાનું પણ કામ કરે છે.
આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝરનું કહેવું છે કે, આવા નિયમો ભારતમાં લાવવા જોઈએ. કેટલાકે કહ્યું સુંદર શહેર તો કોઈએ આવા નિયમો ભારતમાં લાગુ કરવાની માંગ કરી છે.મહિલાએ એ પણ કહ્યું કે, આ નિયમોનો મતલબ એ નથી કે, તે કોઈ પ્રકારની સજાવટ ન કરી શકે. તેમણે કહ્યું દિવાળી,ક્રિસમસ ,હેલોવીન અને અન્ય તહેવારો પર લોકો પોતાના ઘરને સજાવવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેમણે આ વીડિયોમાં નિયમો પણ સમજાવ્યા છે.
અમને અમારા ઘરને શણગારવાની પરવાનગી છે પરંતુ અમે પહેલી વખત અહી આવ્યા તો અમને ખબર ન હતી. અમને ખ્યાલ ન હતો કે, કેટલા દિવસ સુધી આ સજાવટ રાખી શકે. આ વિશે એચઓએના વિશેષ નિયમો છે. આ માટે અમને નોટિસ મળી હતી. હવે અમે નિયમો જાણીએ છીએ અને તેનું પાલન પણ કરીએ છીએ.