
એક એરલાઇનની ફ્લાઇટ એટેન્ડન્ટ ઈશાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. જેમાં તેણીએ હોટેલ છોડીને કેબિન ક્રૂ સભ્ય બનવાનું કેમ નક્કી કર્યું તે સમજાવે છે. તેના વાયરલ વિડિઓમાં, મહિલાએ હોટલના કામની વાસ્તવિકતાઓ જાહેર કરતા કહ્યું કે ઓછો પગાર, લાંબી શિફ્ટ અને તેના સપના પૂરા ન થવાને કારણે તે ફ્લાઇટ એટેન્ડન્ટ તરફ આકર્ષાઈ. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, તે લાંબા કામના કલાકો અને કદરનો અભાવ હોટલની નોકરી છોડવા પાછળના કારણો તરીકે ગણાવ્યું.
આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર @isha_skydiaries હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વિડિઓમાં, ફ્લાઇટ એટેન્ડન્ટે તેની નોકરી છોડવાના છ કારણો સૂચિબદ્ધ કર્યા. પ્રથમ, તેણીએ લાંબા કામના કલાકો છે. ઈશાએ કહ્યું કે તેની શિફ્ટ ઘણીવાર 12 કલાક કે તેથી વધુ ચાલતી હતી. લાંબી શિફ્ટને કારણે તેણીને અન્ય કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મળતો ન હતો. તેણીએ કહ્યું, “લાંબા કામના કલાકો જીવનનો એક સામાન્ય ભાગ બની ગયા હતા. જેના કારણે મારી પાસે મારા માટે ખૂબ જ ઓછો સમય રહેતો હતો.”
નોકરી છોડવાના તેના નિર્ણયનું બીજું કારણ તેનો ઓછો પગાર હતો. ઈશાના મતે, તેને મળતો પગાર તેના પ્રયત્નો સાથે મેળ ખાતો ન હતો. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “સખત મહેનત, દબાણ અને જવાબદારીઓ ઘણીવાર પગાર કરતાં ઓછી રહેતી હતી.”
વધુમાં તે જણાવે છે કે તેની હોટલની નોકરીમાં વર્ક લાઇફ બેલેન્સનું સંતુલન નહોતું. કામમાં વ્યસ્ત રહેવાથી તેણી ઘણીવાર મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવતી હતી. વીકએન્ડ, તહેવારો અને પરિવારના કાર્યક્રમો સામાન્ય રીતે કામમાં જ પસાર થઈ જતા હતા.
ફ્લાઇટ એટેન્ડન્ટે જણાવ્યું કે હોટલની નોકરી ખૂબ જ તણાવપૂર્ણ હતી. ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતી ભૂમિકા હોવાથી હંમેશા હસતાં રહેવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. મારા સ્મિત પાછળનો તણાવ મહેમાનો ક્યારેય જોઈ શક્યા નહીં. પરંતુ હોસ્પિટાલિટીએ મને ધીરજ અને સહનશક્તિ શીખવી.
ઈશાએ વધુમાં જણાવ્યું કે આ મારું સપનું નહોતું. હોટલ ઇન્ડસ્ટ્રીએ મને ઘડવામાં મદદ કરી. પરંતુ મારું દિલ હંમેશા કેબિન ક્રૂ બનવા માટે તત્પર હતું. એ સપનું પૂરું કરવું મારા જીવનનો સૌથી સારો નિર્ણય હતો.