
રેલવે સ્ટેશનનું નામ સાંભળતા જ લોકોના મનમાં મુસાફરોની ભીડ, ચાની દુકાનનો અવાજ, કુલી અને ટ્રેનની રાહ જોતા મુસાફરોના ચિત્ર સામે આવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારના છપરા રેલવે સ્ટેશનનો છે. અહી પ્લેટફોર્મ અને ટ્રેનની અંદર જે કાંઈ દેખાડવામાં આવ્યો છે. તે જોઈ લોકો હસીને લોથપોથ થયા છે.
વીડિયોમાં સૌથી પહેલા પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડની જગ્યાએ ભેંસનું ટોળું ફરતું જોવા મળી રહ્યું છે. તેને જોઈ લાગતું નથી કે, આ કોઈ રેલવે સ્ટેશન હોય.તેનો અંદાજ એવો છે કે, જાણે ખુલ્લા મેદાનમાં ધાસ ચરી રહી છે. આરામથી ફરી રહી છે. આસપાસ રહેલા લોકો પણ આ નજારો જોઈ ચોંકી ગયા હતા. કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ વીડિયો શૂટ કરી રહ્યા છે. આખી સ્ટોરી અહી પુરી થતી નથી.
વીડિયોમાં સૌથી પહેલા મજેદાર વાત એ છે કે, કેમેરો ટ્રેનના જનરલ કોચ તરફ ફરે છે. સામાન્ય રીતે જનરલ કોચમાં ખુબ ભીડ હોય છે. મુસાફરોને ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. પરંતુ આ વીડિયોમાં 2 બરીઓ આરામથી સીટ પર બેસેલી જોવા મળી રહી છે. તે શાંતિથી બારી પાસે બેસે છે. જાણે મુસાફરનો આનંદ માણી રહી હોય. રસપ્રદ વાત એ છે કે, આસપાસ ઉભેલા મુસાફરો પણ આ દર્શ્યને જોઈ હસવા લાગે છે, કોઈ તેને દુર કરવાનો પ્રયત્ન કરતું નથી.
આ અનોખા નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ સહિત અનેક પ્લેટફોર્મ પર આ વીડિયને ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોએ આ વીડિયોને ગામડાના દેશી અંદાજ સાથે જોડ્યો છે. કેટલાક યુઝર્સ રેલવેના પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા અને લાપરવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે. મજાકના અંદાજમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, લાગે છે બકરીની ટિકિટ કન્ફોર્મ હતી. તો તેને સીટ મળી ગઈ. બીજાએ મજાકના અંદાજમાં કહ્યું તેને પોતાની મંજિલ સુધી પહોંચવાનું છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે, આ વીડિયો ક્યારો અને ક્યાંનો છે. પ્લેટફોર્મ પર ફરતી ભેંસો અને ટ્રેનની સીટ પર આરામ કરતી બકરીઓ લોકોનું મનોરંજન કરી રહી છે. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.