AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : શું તમારું બાળક પણ વધારે ફાસ્ટફુડ ખાય છે, તો આ વીડિયો તમે ખાસ જોઈ લેજો

બહારનો ખોરાક ખાવાની આદત છોડવવા માતાએ એક અનોખી યુક્તિનો ઉપયોગ કર્યો હતો. નકલી અલ્ટ્રાસાઉન્ડ જોઈને છોકરી ચોંકી ગઈ. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Trending Video :  શું તમારું બાળક પણ વધારે ફાસ્ટફુડ ખાય છે, તો આ વીડિયો તમે ખાસ જોઈ લેજો
| Updated on: Aug 06, 2026 | 8:55 AM
Share

આજના સમયમાં બાળકોને જંક ફુડ અને બહારની વસ્તુઓ ખાવાની વધારે આદત પડી ગઈ છે. દરેક માતા-પિતા આ વાતની ચિંતા કરતા હોય છે. માત્ર બાળક જ નહી મોટી ઉંમરના લોકો, કે પછી યંગ સ્ટાર ફાસ્ટફુડ વધારે આરોગે છે. આ પડકાર માતા-પિતા માટે છે. ચિપ્સ ,ચોકલેટ, બર્ગર,પિઝ્ઝાની જેમ અનેક ફાસ્ટફુડ બાળકો એટલું પસંદ કરે છે. કે તેને ઘરનું જમવાનું ભાવતું નથી. કેટલીક વખત માતા-પિતા પણ બાળકોને મનાવવા માટે તેમની જીદ પુરી કરી ફાસ્ટફુડ ખવડાવતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક માતાની અનોખી ટ્રિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી લોકો હંસવાનુ બંધ કરી રહ્યા નથી.

ડરામણો કીડો જોવા મળ્યો

વાયરલ વીડિયોમાં એક નાની બાળકી બેડ પર સુતી હોય છે. પહેલીનજરમાં તો લાગે છે કે, તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવી રહ્યું છે. તેની સામે એક સ્ક્રીન રાખવામાં આવી છે. જેને પેટની અંદરનો ફોટો દેખાડે છે. સ્ક્રીન પર એક ડરામણો કીડો જોવા મળે છે. આ વીડિયો જોઈને એવું લાગે છે કે, ખરેખર બાળકીના પેટમાં કોઈ જીવડું છે. ને ડોક્ટર તેની તપાસ કરી રહ્યા છે. પરંતુ થોડી સેકન્ડમાં રાઝ ખુલી જાય છે.

View this post on Instagram

આ કોઈ મેડિકલ તપાસ ન હતી પરંતુ એક માતાનો મજેદાર પ્રેન્ક હતો. બાળકીને બહારનું ખાવાનું વધારે પસંદ છે. તેની લત છોડાવવા માટે માતાએ આ અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે પોતાના લેપટોપમાં પહેલા એક ફેક અલ્ટ્રાસાઉન્ડ વીડિયો શરુ કર્યો હતો. તે સ્કૈનિંગ મશીનના સ્થાને કોમ્પયુટરના માઉસનો ઉપયોગ કર્યો હતો. માતા માઉસને બાળકીના પેટ પર એવી રીતે ધુમાવી રહી હતી. જેનાથી ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કરતી વખતે મશીન ચલાવે છે.

વીડિયોમાં સૌથી વધારે ધ્યાન બાળકીના ચહેરા પર જાય છે. તે ખુબ ચિંતામાં જોવા મળી રહી છે અને સ્ક્રીન પર ફોટોને ધ્યાનથી જોઈ રહી છે. એવું લાગે છે કે, ખરેખર આ બહારના ખાવાના કારણે પેટમાં મોટું જીવડું ઘુસી ગયું છે. બાળકીનું રિએક્શન જોઈ લોકો હસી રહ્યા છે. ઘરે તેમના બાળકોને પણ આ વીડિયો દેખાડી રહ્યા છે.

Trending Video : 81 વર્ષના ‘દાદી’ 24 વર્ષના છોકરાના પ્રેમમાં પડ્યા, 57 વર્ષનું અંતર, સપ્ટેમ્બરમાં કરશે લગ્ન, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">