Trending Video : શાળાના કાર્યક્રમમાં બાળકી શ્લોકની લાઈન ભૂલી ગઈ, પછી જે થયું તે જોઈ હોલમાં તાળીઓનો ગડગડાટ થયો

માતા દુર્ગા બનેલી નાની બાળકી શાળાના કાર્યક્રમમાં શ્લોકની લાઈન ભૂલી ગઈ હતી. ત્યાર પછી તે જોઈ આખો હોલ તાળીઓને ગડગડાટથી ગુંજવા લાગ્યો હતો. બાળકીનો ક્યુટ અંદાજ જોઈ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Trending Video : શાળાના કાર્યક્રમમાં બાળકી શ્લોકની લાઈન ભૂલી ગઈ, પછી જે થયું તે જોઈ હોલમાં તાળીઓનો ગડગડાટ થયો
| Updated on: Aug 13, 2026 | 10:48 AM

સ્કૂલના કાર્યક્રમમાં બાળકોનું પરફોર્મન્સ હંમેશા ખાસ હોય છે. તેની નાની નાની ભૂલો અને ક્યુટ અંદાજ શાનદાર પળ બનાવે છે. જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પણ કાંઈ આવું જ જોવા મળ્યું હતુ. જેમાં એક નાનકડી બાળકી માતા દુર્ગાના રુપમાં સ્ટેજ પર પહોંચે છે. પરંતુ પરફોર્મન્સ વચ્ચે અચાનક પોતાની લાઈન ભૂલી જાય છે. ત્યારપછી બાળકી જે કરે છે.તેને જોઈ લોકો હસવા લાગે છે.

વાયરલ વીડિયો શાળાના એક વાર્ષિક ઉત્સવનો બતાવવામાં આવ્યો છે.કાર્યક્રમમાં એક ફેન્સી ડ્રેસની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકની માતાએ દુર્ગાનું સ્વરુપ ધારણ કર્યું હતુ. લાલ રંગનો પોશાક, માથા પર મુકુટ અને હાથમાં માતા દુર્ગા સાથે જોડાયેલી વસ્તુઓ સાથે બાળકી ખુબ ક્યુટ લાગી રહી હતી. જ્યારે તેનું નામ લેવામાં આવ્યું તો પુરા આત્મવિશ્વાસ સાથે માઈક સામે ગઈ હતી.

 

 

 

બાળકીનું ક્યુટ રિએક્શન વાયરલ

બાળકી પહેલા પોતાનું નામ જણાવે છે. ત્યારબાદ કે, આજે હું માતા દુર્ગા બનીને આવી છું. ત્યારબાદ શ્લોક બોલવાનું શરુ કરે છે. તેની માસુમિયત અવાજ અને બોલવાનો અંદાજ જોઈ અહી બેસેલા લોકોના ચેહરા પર સ્માઈલ આવી હતી. બાળકીએ શ્લોકની 2 લાઈન તો આસાનીથી બોલી હતી પરંતુ ત્રીજી લાઈન પર અટકી ગઈ હતી. થોડા સમય વિચાર્યું કે, આગળ શું બોલવું.

જ્યારે તેને કાંઈ યાદ આવ્યું નહી તો તેમણે સ્ટેજ સામે ઉભેલા એક વ્યક્તિની તરફ જોયું અને પુછ્યું બીજું શું હતુ? બાળકીએ આટલું કહેતા આખો માહૌલ હસ્યો અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. દર્શકોની સાથે શિક્ષકો પણ હસવા લાગ્યા હતા.મહત્વની વાત એ છે કે, બાળકી ડરવાના બદલે ક્યુટ અંદાજમાં મદદ માંગી હતી. તેનું રિએક્શન લોકોને વધારે પસંદ આવી રહ્યો છે.આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે, બાળકો દિલના સાચા હોય છે.

Trending Video : ભીખ માંગવાની તૈયારી કરતા જોવા મળ્યા બાળકો, માથામાં લગાવી ખોટ્ટી પટ્ટી અને દવા જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.