AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : તરસ્યા કાગડાનો નવો અવતાર! બિસ્કિટ પાણીમાં બોળીને ખાતા કાગડાનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર એક કાગડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બિસ્કિટને પાણીમાં બોળીને તેને નરમ પાડે છે અને ખાય છે. લોકો તેની હોશિયારીથી આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને કહે છે, "બાળપણનો તરસ્યો કાગડો હવે એક નવો અવતાર ધારણ કરી ચૂક્યો છે."

Trending Video : તરસ્યા કાગડાનો નવો અવતાર! બિસ્કિટ પાણીમાં બોળીને ખાતા કાગડાનો Video વાયરલ
Smart CrowImage Credit source: Instagram | @indiansolution.in
| Updated on: Aug 20, 2026 | 9:22 AM
Share

માણસો દિવસેને દિવસે હોશિયાર બની રહ્યા છે. પરંતુ પ્રાણીઓ પણ પાછળ રહ્યા નથી. તમે જોયું હશે કે પ્રાણીઓનું વર્તન કેટલું બદલાઈ ગયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર કાગડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

વીડિયોમાં જોવાઈ શકે છે કે કાગડો તેની ચાંચમાં બિસ્કિટ રાખે છે. તે તેને તરત જ ખાતો નથી. પહેલા તે ધીમે ધીમે નજીકના પાણીના ટબ પાસે જાય છે. બિસ્કિટને પાણીમાં બોળીને થોડીવાર માટે રહેવા દે છે. એકવાર બિસ્કિટ નરમ થઈ જાય છે પછી તે તેને ખૂબ આનંદથી ખાય છે અને તે આ ફક્ત એક વાર નહીં પણ વારંવાર કરે છે. એટલે કે દરેક ડંખ પહેલાં તે બિસ્કિટ બોળીને નરમ કરીને ખાય છે.

વીડિયો જોઈને લોકોએ પણ લીધા મજા

જે કોઈએ આ વીડિયો જોયો હોય તો તે કાગડાની બુદ્ધિના વખાણ કર્યા વગર રહી શક્યું નહીં. લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કાગડાની પ્રસંશા કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે સૂકું બિસ્કિટ પહેલેથી જ કઠણ હોય છે. તેને ખાવામાં મુશ્કેલી પડી શકે છે. તેને પાણીમાં પલાળીને નરમ કરવું તો સીધું-સાદું વિજ્ઞાન છે. એક યુઝરે કમેંટ કરી છે કે “આ તો આપણા કરતાં પણ વધારે ચાલાક નીકળ્યો!” તો કોઈએ કહ્યું કે બાળપણની વાર્તાનો તરસેલો કાગડો હવે અપડેટેડ વર્ઝનમાં આવી ગયો છે.

કાગડાની બુદ્ધિમત્તા કોઈ નવી વાત નથી

આ વાત સાચી છે કે કાગડો ખૂબ બુદ્ધિશાળી પક્ષીઓમાં ગણાય છે. બાળપણમાં આપણે તરસેલા કાગડાની વાર્તા સાંભળી હતી. એક કાગડાને ખૂબ તરસ લાગી હતી. તેને એક ઘડામાં થોડું પાણી દેખાયું. પાણી એટલું નીચે હતું કે તેની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી. ત્યારે તેણે આસપાસ પડેલા નાના-નાના પથ્થરો ભેગા કર્યા અને એક પછી એક ઘડામાં નાખવા લાગ્યો. ધીમે-ધીમે પાણીનું સ્તર ઉપર આવ્યું અને કાગડાએ આરામથી પાણી પી લીધું. આ વાર્તા આપણે બધાએ બાળપણમાં વાંચી હતી. ત્યારે લાગતું હતું કે આ માત્ર શીખ આપવા માટેની વાર્તા છે. પરંતુ હવે સમજાય છે કે કાગડો ખરેખર એટલો જ બુદ્ધિશાળી હોય છે. પહેલાનો કાગડો પથ્થરો નાખીને પાણી ઉપર લાવતો હતો, જ્યારે આજનો કાગડો બિસ્કિટને પાણીમાં બોળીને નરમ કરે છે.

આ પણ વાંચો, Trending Vido : ભારતની મહેમાનગતિ જોઈ વિદેશી વ્લોગર થઈ ભાવુક, કહ્યું આવો અનુભવ ક્યારેય થયો નથી !

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">