AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Vido : ભારતની મહેમાનગતિ જોઈ વિદેશી વ્લોગર થઈ ભાવુક, કહ્યું આવો અનુભવ ક્યારેય થયો નથી !

ઇન્સ્ટાગ્રામ ક્રિએટર Jane Ki Khoj એ ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો છે. જાણો કેવી રીતે ઓવરચાર્જિંગના દાવાઓ વચ્ચે તેને મળ્યો ભરપૂર પ્રેમ અને અન્ડરચાર્જિંગનો અનોખો અનુભવ.

Trending Vido : ભારતની મહેમાનગતિ જોઈ વિદેશી વ્લોગર થઈ ભાવુક, કહ્યું આવો અનુભવ ક્યારેય થયો નથી !
Foreign Tourist Praises Indian HospitalityImage Credit source: Instagram | @janekikhoj
| Updated on: Aug 19, 2026 | 12:56 PM
Share

મોટાભાગે વિદેશીઓ ભારતની મુલાકાત લે છે. ત્યારે વધુ પડતા ચાર્જિંગ અને છેતરપિંડીના સમાચાર ઘણીવાર હેડલાઇન્સ બને છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વિડિઓ આ ધારણાને સંપૂર્ણપણે બદલી રહ્યો છે. ભારત પ્રવાસે આવેલી વિદેશી ટ્રાવેલર જેઈને પોતાના અનુભવથી ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું છે. જેઈનના જણાવ્યા અનુસાર, ભારતમાં તેને પ્રવાસનો આનંદ મળ્યો. સાથે દરેક જગ્યાએ પોતાના લોકો જેવો પ્રેમ અને સન્માન પણ મળ્યો.

ઓછા પૈસા અને સ્વાગતનો અનોખો અનુભવ

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા એક વિડિઓમાં, તે સમજાવે છે કે તેને ભારતમાં ઘણી જગ્યાએ નિર્ધારિત કિંમત કરતાં ઓછી કિંમત ચૂકવવી પડી હતી. એક સ્થાનિક ચા વિક્રેતાએ તેને દેશની મહેમાન હોવાનો દાવો કરીને ઓછો ચાર્જ કર્યો હતો. તેવી જ રીતે, તેને ઘણી રેસ્ટોરન્ટમાં મફત મીઠાઈઓ અને વધારાનું ભોજન આપવામાં આવ્યું હતું. જ્યાં લોકોએ તેનું સ્વાગત સ્મિત હાસ્ય અને વેલકમ ટુ ઈન્ડિયા સાથે કર્યું હતું.

અજાણ્યા લોકોએ પરિવારનો ભાગ બનાવ્યું

જેઈનની સફર ફક્ત ચા અને ભોજન સુધી મર્યાદિત નહોતી. ભારતમાં તેના રોકાણ દરમિયાન, તેણીએ પોતાનો મોટાભાગનો સમય સ્થાનિક પરિવારો સાથે વિતાવ્યો. અજાણ્યા લોકોએ તેને તેમના ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું

શહેરથી શહેર સુધી વિસ્તરેલું સંબંધોનું નેટવર્ક

જ્યારે જેઈન એક શહેરમાંથી બીજા શહેરમાં જતી હતી ત્યારે જે પરિવાર સાથે તેઓ રોકાતી હતી તે પરિવાર આગળના શહેરમાં પોતાના સંબંધીઓ અથવા મિત્રો સાથે તેમનો સંપર્ક કરાવી આપતો હતો. જેઈન માટે આ કોઈ ટ્રાવેલ નેટવર્ક નહોતું. પરંતુ ધીમે-ધીમે ઊંડો વ્યક્તિગત સંબંધ બની ગયો હતો.

સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સે વ્યક્ત કરી ખુશી

જેઈને સ્વીકાર્યું કે કેટલાક પ્રવાસીઓને ઓવરચાર્જિંગની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તેનો પોતાનો અનુભવ અન્ડરચાર્જિંગ અને અપાર સ્નેહનો રહ્યો. તેના આ વીડિયો પર ભારતીય યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભારતની આ સકારાત્મક તથા વાસ્તવિક તસવીર દુનિયા સમક્ષ રજૂ કરવા બદલ જેઈનનો આભાર માની રહ્યા છે.

View this post on Instagram

A post shared by Jane ki Khoj (@janekikhoj)

આ પણ વાંચો, Trending Video : દુબઈની લક્ઝરી લાઈફ પાછળનું કડવું સત્ય, યુવકે રાત્રે 9 વાગ્યે વીડિયો બનાવી ખોલી પોલ!

Follow Us
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
g clip-path="url(#clip0_868_265)">