
મહાકાલ મંદિરની બહાર ચંપલના ઢગલામાં ચંપલ શોધવા એક પડકાર છે. અહી હજારો જોડીઓ ચંપલ હોય છે. ભીડ વચ્ચે પોતાના ચંપલ શોધવા અધરા પડી જાયછે. ગોવાનો રહેવાસી શુભાંગ બોરકરે પણ દર્શન કર્યા પછી આ મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ તેમણે પોતાનું આ નિરાકરણ ખુબ સરળતાથી શોધી કાઢ્યું હતુ.
શુંભાગે પોતાના અનુભવનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની શરુઆતમાં કેમેરાની સામે ચંપલનો ઢગલો જોવા મળે છે. તેમાં ચંપલ શોધવા એક પડકારજનક કામ લાગી રહ્યું છે. ત્યારબાદ તેમણે પોતાના ચંપલની એક ક્લિયર ફોટો અલગથી આપી અને ચંપલના ઢગલાનો ફોટો ચેટજીપીટીને આપ્યો હતો.
શુંભાગે ચેટબોટને આખી સ્થિતિ સમજાવી હતી કે, તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આવ્યો છે. અહી ભીડ ખુબ જોવા મળી રહી છે. આ ઢગલામાં મારા ચંપલ ખોવાય ગયા છે. ચંપલનો ફોટો અને ઢગલાનો ફોટો એઆઈને આપ્યો હતો. એઆઈએ તેની મદદ કરી હતી. કેટલાક ફોટાઓનું વિશ્લેષણ કર્યા પછી, AI એ એક ખાતરીકારક જવાબ આપ્યો. તેને રેકની જમણી બાજુએ, મધ્યમાં તળિયે જોવાનું કહેવામાં આવ્યું. રસપ્રદ વાત એ છે કે જ્યારે શુભાંગીએ પોતે ત્યાં જઈને જોયું, ત્યારે તેને ખરેખર ત્યાં તેના ચપ્પલ મળ્યા હતા.
તેમણે ChatGPT ને જવાબ આપ્યો કે, બંને સાથી મળી શાનદાર ટીમવર્ક કર્યું છે. બસ અહીથી આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.