
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર રોજેરોજ એકથી એક અનોખા અને હેરાન કરી દે તેવા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે, જેને જોઈને લોકોનું મગજ ચકરાવે ચડી જાય છે. આ સિવાય કેટલાક વીડિયો જોઈને યુઝર્સ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.
આવો જ એક ચોંકાવનારો વીડિયો બેંગલુરુથી સામે આવ્યો છે, જ્યાં બે છોકરીઓ અને એક ઓટો ડ્રાઈવર વચ્ચે જોરદાર મારામારી થઈ. અહીં જે પ્રકારનો ત્યાં નજારો હતો, તે જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ.
મળતી માહિતી અનુસાર, બેંગલુરુના HSR લેઆઉટ વિસ્તારમાં રાઈડ કેન્સલ કરવા અથવા ઓટો ભાડાને લઈને એક ઓટો ચાલક અને મહિલાઓ વચ્ચે વિવાદ થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે, ઓટો ચાલકે પોતાનો આપો ગુમાવી દીધો અને મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારામારી શરૂ કરી દીધી.
ઘટનાસ્થળે હાજર એક રાહદારીએ આ પૂરી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે આરોપી ઓટો ચાલક મહિલા પર આક્રમક થઈ રહ્યો છે અને ત્યાં હાજર લોકો મૌકદર્શક બનીને જોઈ રહ્યા છે.
Another side of Bengaluru that X algorithm and Bihari haters will never push, because this video is NOT from Bihar.
HSR Layout, Bengaluru
Kannadis auto driver assaulting a female in broad daylight, language hooliganism and gundagardi. Public just watching as a mute spectator.
And they say –
“Bengaluru saar safest city saar”
“Bengaluru is the most educated saar”#Bengaluru
— Bihar Wallah (@BR_wallah) September 29, 2026
વીડિયો જોઈને તમે પણ હેરાન રહી ગયા હશો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને યુઝર્સ અલગ-અલગ પ્લેટફોર્મ પર તેને શેર કરી રહ્યા છે. X (ટ્વિટર) પર આ વીડિયો BR_wallah નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને લાખોની સંખ્યામાં લોકો અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. વીડિયો સામે આવતા જ લોકોએ મહિલાઓની સુરક્ષા અને પોલીસ પ્રશાસનની વ્યવસ્થા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું.
મામલો ગંભીર બનતા જ બેંગલુરુ પોલીસે વીડિયોની નોંધ લીધી અને આરોપી ઓટો ચાલકની ઓળખ કરીને તેને કસ્ટડીમાં લઈ લીધો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં સહન કરવામાં નહીં આવે અને આરોપી સામે કાનૂની કલમો હેઠળ ગુનો નોંધીને સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published On - 10:22 pm, Wed, 30 September 26