
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અનોખી ‘ડિમાન્ડ લિસ્ટ’ વાયરલ થઈ રહી છે, જે આધુનિક લગ્નના વલણોને પડકારે છે. આ યાદી ભારે દહેજ કે મોંઘી ભેટો વિશે નથી પરંતુ એક કહેવાતા વરરાજાની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે, જેના સસરાની આંખો લગ્ન પહેલાં આ પોસ્ટ વાંચીને આંસુઓથી ભરાઈ જાય છે. તે ભાવુક થઈ જાય છે. વધુમાં શરતોની યાદી વાંચનાર દરેક વ્યક્તિ વરરાજાની પ્રશંસા કરવાનું બંધ કરી શક્યો નહીં. વખાણ કર્યે જ જાય છે.
લગ્નો ભવ્ય ઉજવણી બની ગયા છે, ત્યારે એક વરરાજાએ પોતાના લગ્નમાં સાદગી અને પરંપરા લાવવાની પહેલ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ મુજબ કથિત વરરાજાએ લગ્ન પહેલાં પોતાના સસરાને 10-મુદ્દાની માંગણીઓની યાદી રજૂ કરી. જે આધુનિક વલણોને પડકાર ફેંકે છે જે ઘણીવાર લગ્નનો સાચો અર્થ ભૂલી જાય છે.
આ X (અગાઉ ટ્વિટર) પોસ્ટને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, અને નેટીઝન્સ તેને “લગ્ન પરંપરાઓમાં ગૌરવ પાછું લાવવાનો” પ્રયાસ ગણાવી રહ્યા છે. હકીકતમાં વરરાજાએ કહ્યું કે લગ્નનો દિવસ સોશિયલ મીડિયા માટે નથી, પરંતુ આપણી ખાનગી ક્ષણો માટે છે. હવે આ દિવસોમાં વ્યાપકપણે ચર્ચા થઈ રહેલી માંગણીઓ વાંચો.
A groom’s unusual list of demands before the wedding.
However, these were not dowry-related demands — they were about bringing dignity, simplicity, and respect back into marriage traditions!The groom’s conditions, were as follows:
1️⃣ No pre-wedding shoot will be done.
2️⃣ The…
— Maj Gen Raju Chauhan, VSM (veteran) (@SoldierNationF1) October 28, 2025
જ્યારે સસરાએ તેમના જમાઈની માંગણીઓની આ યાદી વાંચી, ત્યારે તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. છોકરાના આ વિચારથી માત્ર તેમના સસરાનું દિલ જીતી લીધું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ જમાઈને ‘સંસ્કારી’ અને ‘વાસ્તવિક હીરો’ કહીને તેમની પ્રશંસા કરી રહ્યા છે.