
સોશિયલ મીડિયા પર હાલમાં પાડોશી દેશ પાકિસ્તાનનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના ધારાસભ્ય મોહમ્મદ શબ્બીર કુરેશી (Pakistani MPA Muhammad Shabbir Qureshi) અલી જિન્નાહને શ્રદ્ધાંજલિ (Tribute To Jinnah) આપવા માટે ઊભો થયો હતો. તેના હાથમાં અંગ્રેજીમાં લખાયેલો એક લાંબો સરકારી પ્રસ્તાવ હતો. પરંતુ બોલતી વખતે તે વારંવાર અટકી રહ્યો હતો. તેનો આ અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર લોકો મજાક કરતા કહેવા લાગ્યા કે, “અંગ્રેજીની આવી હાલત તો ભાગ્યે જ જોઈ હશે.”
કરાચીના કિમારી વિસ્તાર સાથે સંકળાયેલો MPA મોહમ્મદ શબ્બીર કુરેશીનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર મીમ્સની ભરમાર જોવા મળી રહી છે. વિધાનસભા સત્ર દરમિયાન કુરેશીને જિન્નાહને શ્રદ્ધાંજલિ આપવાની હતી. તે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જે થયું તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. તેની અંગ્રેજી સાંભળીને કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે મોટા-મોટા પ્રોફેસરો પણ માથું પકડી લે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ એક-એક શબ્દ વાંચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની કે તેને નજીક બેઠેલા સાથી ધારાસભ્યોની મદદ પણ લેવી પડી. તેનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની અંગ્રેજી વાંચવાની મુશ્કેલી પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
વીડિયો અપલોડ થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર જોવા મળી રહી છે. લોકોએ અલગ-અલગ પ્રકારની મજેદાર કમેંટ્સઓ કરી છે તો કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે જો નેતાને અંગ્રેજી આવડતી ન હોય તો તેને અંગ્રેજીમાં ભાષણ કેમ આપવામાં આવ્યું? કેટલાક યુઝર્સે તેના સ્ટાફને પણ નિશાન બનાવતા કહ્યું કે ઓછામાં ઓછું ભાષણ પહેલાં પ્રેક્ટિસ તો કરાવી શકાઈ હોત અથવા ઉર્દૂમાં લખેલી ચિઠ્ઠી આપી શકાઈ હોત.
હાલમાં કુરેશી તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
A video of Sindh Assembly MPA Muhammad Shabbir Qureshi struggling to pronounce English words while reading a resolution has gone viral on social media.#SindhGovt pic.twitter.com/zQPwipgqeB
— Abdul Aziz Khan (@AbdulAzizANP) September 13, 2026
નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @AbdulAzizANP દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા ચકાસણી કરવામાં આવી નથી.