Video: આ વ્યક્તિએ દુધમાં ટૂથ પેસ્ટ નાખીને બનાવી કોફી, આ વિચિત્ર રેસિપી જોઈને તમે પણ માથુ પકડી લેશો

આ દિવસોમાં કોફીની એક વિચિત્ર રેસિપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ટૂથ પેસ્ટથી કોફી બનાવવાનું શીખવી રહ્યો છે.

Video: આ વ્યક્તિએ દુધમાં ટૂથ પેસ્ટ નાખીને બનાવી કોફી, આ વિચિત્ર રેસિપી જોઈને તમે પણ માથુ પકડી લેશો
Toothpaste Coffee
| Edited By: | Updated on: Oct 27, 2021 | 4:41 PM

Viral Video: આજકાલ એવુ લાગી રહ્યુ છે કે હાસ્યાસ્પદ વાનગીઓ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી લોકો સોશિયલ મીડિયા પર ફૂડ સાથે અજીબો-ગરીબ પ્રયોગો કરતા જોવા મળે છે. ભૂતકાળમાં એક ઢોંસાની વિચિત્ર રેસિપીને લઈને ગુસ્સે થયેલા લોકો હજુ શાંત થયા નથી કે હવે કોફીની (Coffee) નવી રેસિપી જોઈને લોકો ચોંકી ગયા છે. આ વ્યક્તિ જે રીતે કોફી બનાવે છે તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

‘ટૂથપેસ્ટ કોફી’એ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

હાલમાં ‘ટૂથપેસ્ટ કોફી’ની (Tooth Paste Coffee) રેસિપી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેમાં એક વ્યક્તિ ટૂથપેસ્ટથી કોફી બનાવતો જોવા મળે છે. વીડિયોના અંતમાં આ વ્યક્તિ થમ્પ્સ અપ બતાવે છે અને કહે છે કે કોફી એકદમ ટેસ્ટી બની છે. વ્યક્તિની આ પ્રતિક્રિયા જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે. આ વિચિત્ર રેસિપી જોઈને કોફી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પહેલા ટૂથપેસ્ટને મિક્સરમાં ભેળવે છે. પછી તેને દૂધમાં મિક્સ કરે છે. બાદમાં આ મિશ્રણમાં કોફી ઉમેરવામાં આવે છે. બાદમાં આ વ્યક્તિ રેસિપીને ગાર્નિશ પણ કરે છે.

 

યુઝર્સ રેસિપી પર કટાક્ષ કરી રહ્યા છે

આ વિચિત્ર રેસિપી ઈન્સ્ટાગ્રામ પર whathowtry નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. જેને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે કેટલાક યુઝર્સ રેસિપી પર કટાક્ષ પણ કર્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે આવી રેસિપી બનાવીને તમે શું કરવા માંગો છો…. જ્યારે અન્ય યુઝર્સ પણ રેસિપી પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : ‘બાહુબલી’ બનવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ, આ સ્ટંટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: Viral : ખેડુતે અનાજ સાફ કરવા ગજબનો જુગાડ કર્યો, આ દેશી જુગાડ જોઈને તમે પણ કહેશો “યે તો ઈનોવેટિવ થ્રેસર હૈ

Published On - 4:37 pm, Wed, 27 October 21