Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભારતમાં જ આ શક્ય છે’

|

Jan 24, 2022 | 8:13 AM

હાલ ઠંડીથી બચવા એક જુગાડનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ એક ક્ષણ માટે દંગ રહી જશો, કારણ કે અહીં કેટલાક લોકોએ ઠંડીથી બચવા માટે કારમાં આગ લગાવી દીધી છે.

Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ભારતમાં જ આ શક્ય છે
Funny Desi Jugaad (Viral Video Image)

Follow us on

હાલ દેશના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે. દેશમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં લોકોને ઠંડીના કારણે તકલીફ ન પડી હોય. આવી સ્થિતિમાં ઠંડીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના જુગાડ અપનાવી રહ્યા છે. ત્યારે આજકાલ એક એવો જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક છોકરાઓએ ઠંડીથી બચવા માટે કરેલી વ્યવસ્થા જોઈને તમારું હસવું રોકાશે નહીં. આ વીડિયો જોયા પછી તમે એક વાર ચોક્કસ વિચારશો કે આવું ફક્ત આપણા દેશમાં જ થઈ શકે છે.

વાયરલ (Viral Video) થઈ રહેલા વીડિયો (Funny Viral Video)માં તમે જોઈ શકો છો કે એક કાર રસ્તા પર આગળ વધી રહી છે. કારમાં જ્યાં ડ્રાઈવર કાર ચલાવી રહ્યો છે, ત્યાં તેની પાછળ તેના મિત્ર ઉપરાંત અન્ય 5 લોકો બેઠા છે. આ તમામ લોકો કારની ડેકીમાં બેઠા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બુટમાં બેઠેલા લોકોએ ઠંડીથી બચવા ચાલતી કારમાં આગ લગાવી છે અને બધા તાપતા જોવા મળે છે. ચાલતી કારમાં આવા ખતરનાક જુગાડ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને હસવાનું રોકી શકતા નથી.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે ‘મારું ભારત મહાન છે.. પ્રોમિસિંગ ઈન્ડિયા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે અમારા લોકો ટેલેન્ટથી ભરપૂર છે, અદ્ભુત! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર sorryygirlss નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને માત્ર થોડા જ કલાકોમાં 10 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ ઘણો શેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Tips and Tricks: ભૂલી ગયા છો પોતાના લોગઈન આઈડી અને પાસવર્ડ તો ગૂગલ ક્રોમની મદદથી આ રીતે જાણો

આ પણ વાંચો: Viral: મહિલાએ તૈયાર કર્યા કોરોના વડા, યુઝર્સ બોલ્યા ‘ભારત કી નારી સબ પર ભારી’

Next Article