નોકરી મેળવવા આ યુવક બની ગયો ડિલીવરી બોય, Resume આપવાનો વિચિત્ર આઈડિયા થયો વાયરલ

|

Jul 04, 2022 | 8:43 PM

Job Resume In Pastry Box: પોતાની પસંદની નોકરી મેળવવા દરેક વ્યક્તિ ખુબ મહેનત કરે છે અને એમ્પલોયરનું ધ્યાન આકર્ષિત કરવા કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો વાયરલ થયો છે.

નોકરી મેળવવા આ યુવક બની ગયો ડિલીવરી બોય, Resume આપવાનો વિચિત્ર આઈડિયા થયો વાયરલ
Viral news
Image Credit source: file photo

Follow us on

દરેક વ્યક્તિ ઈચ્છે કે તેને તેની પંસદની નોકરી મળે. એ નોકરી મેળવવા તે ખુબ મહેનત કરે છે. સામે ઈન્ટરવ્યૂ લેનાર એમ્પલોયરને પ્રભાવિત કરવા લોકો કંઈકને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જેથી તે એમ્પલોયર ખુશ થાય અને તેને તેની પંસદની નોકરી મળે. આવો જ એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. ટ્વિટરના એક યુઝર અમન ખંડેલવાલ એ પોતાની પસંદની નોકરી મેળવા એવો વિચિત્ર રસ્તો અપનાવ્યો કે તેનો એ આઈડિયા સોશિયલ મીડિયામાં વાયરલ (Viral News) થઈ ગયો.

ટ્વિટરના એક યુઝર અમન ખંડેલવાલએ નોકરી મેળવવા ઝોમેટોનો ડિલીવરી બોય બની ગયો. તે પોતાની સાથે એક પેસ્ટ્રી બોક્સ લઈ તે કંપનીમાં ગયો. પછી જે થયુ તે જાણીને તમે ચોંકી જશો. આ રહ્યો એ યુવકનો ફોટો અને પેસ્ટ્રી બોક્સ. આની સાથે તે યુવકે તે બોક્સમાં એક કાગળ પણ મુક્યો હતો.

આ પણ વાંચો

 

પેસ્ટ્રી બોક્સમાં પેસ્ટ્રી સાથે હતુ આ વસ્તુ

અમન ખંડેલવાલે પેસ્ટ્રી બોક્સમાં પેસ્ટ્રી સાથે પોતાનો રેઝયુમે પણ મુક્યો હતો. આ બોક્સમાં બે પાઈનેપલ પેસ્ટ્રી અને તેનો રેઝયુમે હતો. તેના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેણે ડિલીવરી બોયના કપડામાં પોતાનો ફોટો અને પેસ્ટ્રી બોક્સનો ફોટો ટ્વિટર પર શેયર કર્યો છે. પેસ્ટ્રી બોક્સમાં આ મેસેજ લખ્યો છે – વધારે પડતા રેઝયુમ કચરાપેટીમાં જાય છે,પણ મારુ રેઝયુમ તમારા પેટમાં જશે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યુ કે આ રીતે કોઈ ડિલીવરી બોયના કપડા પહેરવા યોગ્ય નથી. બીજા એક યુઝરે લખ્યુ કે આ તો નોકરી માટે એપ્લાય કરવાની વિચિત્રી રીત છે. આમ સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આપી. એક યુઝરે તો પુછી પણ લીધુ કે, આ અખતરો કર્યા પછી નોકરી મળી કે નહીં ?

Next Article