દુનિયામાં લોકોને જાતજાતના શોખ હોય છે. કેટલાકના શોખ એટલા વિચિત્ર હોય છે કે જેને જાણીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ઘણા લોકોને શરીર પર ટેટૂ બનાવવાનો શોખ હોય છે. પહેલાના સમયમાં શરીર પર ટેટૂ બનાવવું એક મોટી વાત હતી. પહેલા પુરુષોને આવો શોખ હતો. ધીરે ધીરે મહિલાઓ પણ આ ટેટૂમાં રસ લેવા લાગી અને ધીરે ધીરે અનેક દેશોમાં આ એક ફેશન બની ગઈ. આજે ઘણા લોકો આ ટેટૂ પાછળ ગાંડા હોય છે. હવે તો લોકો બોડી મોડિફિકેશન પણ કરાવી રહ્યા છે. લોકો આવા ખતરનાક અખતરા કરતા અચકાતા નથી. કેટલાક લોકો શોખ માટે આવુ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો લોકપ્રિય બનવા માટે આવુ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના આખા શરીર પર ટેટૂ પડાવે છે. આવા અનેક કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા જ છે. હાલમાં શરીર પર સૌથી વધુ ટેટૂ ધરાવતી મહિલાના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થયા છે. તેનુ નામ છે મારિયા જોસ ક્રિસ્ટેર્ના (Maria Jose Cristerna).
મેક્સિકોમાં રહેતી આ મહિલા મારિયા જોસ ક્રિસ્ટેર્ના વિશ્વમાં સૌથી વધારે બોડી મોડિફિકેશન કરવાનો અને ટેટૂ બનાવવાનો રેકોર્ડ છે. તેણે પોતાના શરીરમાં 49 જેટલા મોડિફિકેશન કરાવ્યા છે. તેણે પોતાના શરીરના 99 ટકા ભાગમાં ટેટૂ પડાવ્યા છે. આ બધાને કારણે તેનો દેખાવ એક ડાકણ જેવો લાગી રહ્યો છે. કેટલાક લોકો તેને તે જ નામથી જાણે છે. તેણે પોતાના આ કામથી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
મારિયા જોસ ક્રિસ્ટેર્નાએ જણાવ્યુ હતુ કે, તેણે 14 વર્ષની ઉંમરથી પોતાના શરીર આવા અખતરા કરવાની શરુઆત કરી દીધી હતી. તે પોતાના હાલના દેખાવને ખુબ પસંદ કરે છે અને તેનો આંનદ પણ લઈ રહી છે. તે આ પહેલા તદ્દન અલગ દેખાતી હતી. તેણે બોડી મોડિફિકેશનમાં માથા પર સિંગ અને નકલી દાંત પણ લગાવ્યા છે. તેણે પોતાના કાનના છીદ્રોને પણ મોટા કરાવ્યા છે. તેની આંખની કીકીમાં પણ ટેટૂ છે. તેણે આ લુક માટે ઘણા દુખાવાપૂર્ણ મોડિફિકેશનથી પસાર થવુ પડ્યુ હતુ.
આ વર્લ્ડ રેકોર્ડ પછી તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર લોકોને સલાહ આપી હતી કે કોઈએ તેના જેવા કામ કરવા નહીં. આ રેકોર્ડ પછી પણ તે એટલી ખુશ નથી. લોકો તેનો આ દેખાવ જોઈ ડરી જાય છે. બાળકો તેનાથી દૂર ભાગે છે. તેને પોતાના પહેલા વાળો દેખાવ ખુબ ગમતો હતો. પણ હવે તે જે રસ્તા પર આગળ વધી છે ત્યાથી પાછળ આવવુ અસંભવ છે.