શહેરોમાં ટ્રાફિક જામ (Traffic jam)માં અટવાઈ જવું સામાન્ય બાબત છે. ટ્રાફિકમાં ધમાલ અને સતત હોન વગાડવા વચ્ચે દરેક લોકો પહેલા બહાર નીકળવાની દોડમાં લાગેલા હોય છે. આ દરમિયાન કોઈ સિગ્નલ તોડીને નીકળી જાય છે તો કેટલાક રોંગ સાઈડથી પણ નીકળતા ડરતા નથી. જ્યારે તેઓ ટ્રાફિક પોલીસ દ્વારા પકડાય છે, ત્યારે તેઓ ટ્રાફિક પોલીસ સામે દાદાગીરી કરતા જોવા મળતા હોય છે. તમે કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા હશે, તમે નથી જાણતા કે મારા પિતા કોણ છે? પરંતુ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ ટ્વિટર (Mizoram Traffic Discipline)પર મિઝોરમની એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો, શિસ્ત કોને કહેવાય, મિઝોરમના લોકો પાસેથી શીખો.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મિઝોરમ ટ્રાફિક જામની તસવીર રીટ્વીટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘કેટલી અદ્ભુત તસવીર. એક પણ વાહન રોડ રોડ માર્કરની બહાર નથી. આ પ્રેરણાદાયી છે. આ સાથે તે એક મજબૂત સંદેશ પણ આપી રહ્યો છે. હવે આપણા જીવનની ગુણવત્તા કેવી રીતે સુધારવી તે આપણા પર નિર્ભર છે. નિયમો નું પાલન કરો. મિઝોરમના લોકો ખરેખર પ્રશંસાપાત્ર છે.તસવીરમાં તમે જોઈ શકો છો કે જામમાં ફસાયા હોવા છતાં, લોકો શાંતિથી પોતાની લેનમાં ઉભા છે અને ટ્રાફિક જામ ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે થાય છે જ્યારે અડધો રસ્તો સાવ ખાલી હોય છે. સાથે જ રોડ પર ડિવાઈડર પણ નથી. આ પછી પણ લોકો રોડ પર માર્કર ક્રોસ કરી રહ્યા નથી.
What a terrific pic; Not even one vehicle straying over the road marker. Inspirational, with a strong message: it’s up to US to improve the quality of our lives. Play by the rules… A big shoutout to Mizoram. 👏🏼👏🏼👏🏼 https://t.co/kVu4AbEYq8
— anand mahindra (@anandmahindra) March 1, 2022
તમને જણાવી દઈએ કે આ તસવીર સૌ પ્રથમ સંદીપ અહલાવત નામના યુઝરે પોસ્ટ કરી હતી, જેને ઉદ્યોગપતિ મહિન્દ્રાએ રીટ્વીટ કરી હતી. સંદીપ અહલાવતે પોસ્ટ સાથે લખ્યું, ‘મેં આવી શિસ્ત માત્ર મિઝોરમમાં જ જોઈ છે. ત્યાં કોઈ ફેન્સી કાર ન હતી, કોઈ અહંકાર, કોઈ રોડ રેજ, કોઈ બિનજરૂરી રીતે હોર્ન વગાડતું નહોતું અને ટ્રાફિકમાં પહેલા જવા માટે કોઈ દોડતું નહોતું. ચારે બાજુ શાંતિ હતી.
I have seen this kind of discipline only 👇in Mizoram. There are no fancy cars, no big egos, no road rage, no honking and no तू जानता नहीं है मेरा बाप कौन है…. no one is in a tearing hurry…there is calm and serenity all around… pic.twitter.com/ZAkXNNcES4
— Sandeep Ahlawat (@SandyAhlawat89) March 1, 2022
ભારતમાં ટ્રાફિક નિયમોની અજ્ઞાનતાને કારણે દરરોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે. સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020માં એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઈવે પર રોડ અકસ્માતમાં 47,984 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની
આ પણ વાંચો: પુરૂષો આ ઘરગથ્થુ ઉપાયોથી ઓઈલી ત્વચાથી છુટકારો મેળવી શકે છે