બચ્ચે મન કે સચ્ચે – આ ગીત તો તમે સાંભળ્યુ જ હશે. ખરેખર નાના બાળકો મનના સાફ હોય છે. જે પણ મનમાં હોય બોલી દેતા હોય છે. જે પણ મનમાં પ્રશ્ન હોય તે પૂછી લેતા હોય છે. તેઓ નાદાન હોય છે, જેવુ મોટા કરતા હોય તેવુ તે શીખતા હોય છે. તેમના સાફ મનના કારણે કેટલીકવાર મોટા લોકોની પોલ ખુલી જતી હોય છે. આનો અનુભવ તમે કયારેકને ક્યારેક કર્યો જ હશે. નાદાન બાળકોના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. બાળકોને હોમ વર્ક (Home work) કરવામાં એટલો કંટાળો આવતો હોય છે કે તેઓ કોઈને કોઈ નાદાન હરકતો અને બહાના કરતા હોય છે. તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતાં તમે જોયા જ હશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્કૂલમાં ભણતી એક નાનકડી બાળકી હોમવર્કને કારણે ખુબ હેરાન હોય છે. જેની ફરિયાદ તે દેશના વડાપ્રધાન મોદીને કરે છે. આ વીડિયો ક્યાનો છે ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યુ. પણ આ વીડિયોમાં બાળકીની વાત સાંભવા જેવી છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો.
Viral: बच्ची ने @narendramodi से की क्यूट सी अपील pic.twitter.com/7fWyZBQzuc
— @kumarayush21 (@kumarayush084) July 23, 2022
આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે બાળકી સૌથી પહેલા પોતાનું અને પોતાની સ્કૂલનું નામ જણાવે છે. ત્યારબાદ તે તેની ફરિયાદો સંભળાવવાની ચાલુ કરે છે. તે સ્કૂલવાળાઓની ફરિયાદ કરે છે, તેના શિક્ષકની ફરિયાદ કરે છે. તે એ પણ ફરિયાદ કરે છે કે આ બધાને કારણે અમને રમવા, ફરવા અને ગેમ રમવા નથી મળતી. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આશા રાખીએ કે તેમની ફરિયાદ PM Modi સુધી પહોંચે.