Video : આ ચોલાક ચોરે સ્કૂટીની ચોરી કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ દિવસોમાં ચોરીનો એક વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે, આ ચાલાક ચોરની હોશિયારી જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : આ ચોલાક ચોરે સ્કૂટીની ચોરી કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Thief stole scooty
| Edited By: | Updated on: Jan 17, 2022 | 1:45 PM

Funny Video : સામાન્ય રીતે ચોર (Thief) ફક્ત તક શોધતા હોય છે,જેવી તક મળે કે તેઓ હાથચાલાકી કરતા જોવા મળે છે. કેટલીક વાર ભીડ-ભાડવાળી જગ્યાએ પણ ચોર ચોરી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા(Social Media)  પર અવારનવાર ચોરીનો વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તાજેતરમાં એક અનોખી ચોરીનો વીડિયો સામે આવ્યો છે.જેમાં એક ચોર જે રીતે યુવતીની આંખ સામે સ્કૂટીની ચોરી કરે છે.તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ચોરી કરવા ચાલાક ચોરે કંઈક આવુ કર્યુ….!

ચોરીની આ પદ્ધતિ સાવ અલગ છે કારણ કે આજ સુધી તમે ચોરોને ડુપ્લિકેટ ચાવી કે અન્ય કોઈ રીતે બાઇક કે સ્કૂટીની ચોરી કરતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ ચોરને રૂમાલના સહારે ચોરી કરતા જોયા છે, જી હા તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચોરની અનોખી રીત જોઈને તમને પણ આશ્વર્ય થશે.

જુઓ વીડિયો

ચોરીના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

બાદમાં તેની સ્કૂટી ચાલુ ન થતાં યુવતી પરેશાન થઈ ગઈ. છોકરીને પરેશાન જોઈને ચોરે મદદ કરવાનું નાટક કર્યું. અને ચોર યુવીતની સામે સાયલેન્સરમાંથી રૂમાલ કાઢીને સ્કૂટી ચાલુ કરી અને તરત જ ત્યાંથી ગાયબ થઈ ગયો.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર be_idotic નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ચોરીની આ રીત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ કે,ચોરી કરવા માટે શું દિમાગ લગાવ્યુ છે ?’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું,ચોરની હોશિયારી જોઈને હેરાન છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી