
ઉતાવળમાં રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે ઘણી વખત અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આમ છતા રેલવે ક્રોસિંગ બંધ થયા બાદ પણ લોકો નીચેથી નિકળતા જોવા મળે છે. અવારનવાર આવા અનેક વીડિયો પણ સામે આવ્યા છે, જ્યારે રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે અકસ્માતો થયા છે.
આ પણ વાંચો: Accident CCTV: હૈદરાબાદમાં કારે ત્રણ મહિલાઓને મારી ટક્કર, તમામનું ઘટનાસ્થળે જ મોત, જુઓ Viral Video
લોકો બંધ રેલ્વે ક્રોસિંગની નીચેથી બાઇક અને સાયકલ લઈને રેલ્વે ટ્રેક ક્રોસ કરવાનું શરૂ કરે છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને રેલવે ક્રોસિંગ ક્રોસ કરવાનો આવો જ એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક રેલવે ફાટક નીચેથી બાઇક લઈને ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પોલીસનો જવાબ ત્યાં આવી ગયો હતો.
રેલવે દ્વારા જાહેરાતો અને જાગૃતિ અભિયાન ચલાવ્યા પછી પણ ઘણી વખત લોકો નિયમોનો ભંગ કરવા લાગે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બરેલીનો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક રેલ્વે ફાટકની નીચેથી બળજબરીથી બાઇકને બહાર કાઢીને રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, રેલ્વે પોલીસ ત્યાં પહોંચી જાય છે અને યુવકને ત્યાં રોકે છે.
Kalesh b/w Railway Police Officer and a Man over he’s Crossing the Railway track while train is about to comepic.twitter.com/pgEqXZEOTK
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 4, 2023
Credit- Twitter @gharkekalesh
આ પછી બંને વચ્ચે થોડી ઉગ્ર વાતો થઈ હતી, ત્યારબાદ પોલીસે તે યુવકને થપ્પડ મારી અને પછી તેનું માથું પકડીને ખેંચ્યું હતું. આ પછી, પોલીસે બાઇકના આગળના ભાગને પગ વડે નુકસાન કરવાનું શરૂ કર્યું હતું. આ પછી, યુવક ફરીથી તેની બાઇક બંધ રેલવે ક્રોસિંગમાંથી બહાર કાઢવાનું શરૂ કરે છે, પરંતુ પોલીસે બાઇક પર પગ રાખ્યો હતો અને આગળ વધતા અટકાવ્યો હતો.
આ દરમિયાન ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસની પાછળ અન્ય લોકો પણ રેલ્વે ક્રોસિંગની અંદર સાઈકલ દ્વારા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે પોલીસ તે યુવકને થપ્પડ મારી રહી હતી, તે સમયે પણ કેટલાક રાહદારીઓ રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે વિવિધ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો