Viral Video: શખ્સે એવી જગ્યાએ ચલાવ્યું Bullet કે જોઈને રહી ગયા દંગ, લોકોએ કહ્યું- અસલી ખતરો કા ખિલાડી

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને અસલી 'ખતરોં કા ખિલાડી' કહી શકાય, કારણ કે તેણે જે જગ્યાએ બાઇક ચલાવી છે, ત્યાં કોઈને પણ બાઈક ચલાવવામાં પરસેવો છૂટી જશે.

Viral Video: શખ્સે એવી જગ્યાએ ચલાવ્યું Bullet કે જોઈને રહી ગયા દંગ, લોકોએ કહ્યું- અસલી ખતરો કા ખિલાડી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Mar 16, 2023 | 5:12 PM

દુનિયામાં સ્ટંટમેનની કમી નથી. એવા સ્ટંટ (Stunt Viral video) કરનાર લોકો છે જે પોતાની પ્રતિભાથી દુનિયાને ચોંકાવી દે છે. ત્યારે કેટલાક સ્ટંટમેન એવા હોય છે જે ફક્ત ટાઈમપાસ કરવા માટે સ્ટંટ કરે છે, પરંતુ તેમના સ્ટંટ ક્યારેક નિષ્ફળ જાય છે અને આવી સ્થિતિમાં તેઓ ગંભીર અકસ્માતનો શિકાર પણ બને છે.

ખાસ કરીને બાઇક પરથી સ્ટંટ બતાવનારાઓ સાથે આવું ઘણીવાર જોવા મળે છે. લોકો પોતાની જાતને સંતુલિત કરી શકતા નથી અને અકસ્માતનો ભોગ બને છે. તેનાથી વિપરિત, કેટલાક લોકો એવા છે જેમને જ્યાં પણ બાઇક ચલાવવા માટે આપવામાં આવે છે, તેઓ તે જગ્યાએ એકદમ ફિટ થઈ જાય છે.

આ પણ વાચો: Viral Video: લગ્નમાં ઢોસા માટે મહેમાનો વચ્ચે લૂંટફાટ, લોકો તવા પરથી જ ગરમ ઢોસા લઈ ભાગ્યા

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને અસલી ‘ખતરોં કા ખિલાડી’ કહી શકાય, કારણ કે તેણે જે જગ્યાએ બાઇક ચલાવી છે, ત્યાં કોઈને પણ બાઈક ચલાવવામાં પરસેવો છૂટી જશે.

 

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્રિજ સંપૂર્ણપણે તૂટી ગયો છે, માત્ર એક નાની અને પાતળી રેલિંગ બાકી છે. આવી સ્થિતિમાં, સાયકલ અથવા બાઇક દ્વારા આ બાજુથી તે બાજુ જવું શક્ય નથી, પરંતુ એક વ્યક્તિ તે શક્ય બનાવે છે અને આ જગ્યાએ બાઇક ચલાવીને બધાને આશ્ચર્યચકિત કરે છે. તે પહેલા કિનારા પર ઉભા રહીને બેલેન્સ કરે છે અને પછી તે જ રસ્તે બાઇક સાથે નીકળે છે અને તે બાજુથી ઉતાવળે ચાલીને આગળ વધે છે. આવા બાઇકર્સ ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો એકદમ આશ્ચર્યજનક છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર harishraj1942 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3.5 મિલિયન એટલે કે 35 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 લાખ 78 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. જો કોઈ વ્યક્તિના આત્મવિશ્વાસને સલામ કરે છે, તો કોઈ કહે છે કે ‘આવું ન કરો, તમને જોઈને બીજા પણ આવું કરશે’.