આને કહેવાય માનવતા…પોલીસ કોન્સ્ટેબલે વાંદરાના બચ્ચા અને તેની માતા માટે કર્યુ એવુ કામ કે વીડિયો થઈ ગયો વાયરલ

|

Jun 14, 2022 | 7:56 PM

Viral Video : સોશ્યિલ મીડિયો પર દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. તે બધામાં એવા વીડિયો પણ વાયરલ થાય છે જેને જોઈને આપણે કહી શકીએ કે , વાહ...આને કહેવાય માનવતા. આ દુનિયામાં હજુ પણ માનવતા છે.

આને કહેવાય માનવતા...પોલીસ કોન્સ્ટેબલે વાંદરાના બચ્ચા અને તેની માતા માટે કર્યુ એવુ કામ કે વીડિયો થઈ ગયો વાયરલ
Viral Video
Image Credit source: twwiter

Follow us on

સોશ્યિલ મીડિયા (Social media) પ્લેટર્ફોમ ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર રોજ લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થતા હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ એ બધા વીડિયો તો જોઈ નથી જ શકતો પણ કેટલાક વીડિયો એવા હોય છે, જે વાયરલ (Viral Video) થઈ જાય છે અને દુનિયાના મોટા ભાગના લોકો એ વીડિયો જોઈ શકે છે. સોશ્યિલ મીડિયા પર ફની વીડિયો, ડાન્સ વીડિયો અને અકસ્માત કે મારામારીના વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. પરંતુ આમાંથી કેટલાક વાયરલ વીડિયો એવા છે કે જે લોકોના દિલને સીધા સ્પર્શી જાય છે. હાલમાં જાણીતા સોશ્યિલ મીડિયા પ્લેટર્ફોમ ટ્વિટર પર ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલનો આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા બાદ ટ્વિટર પર લોકો પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં કોન્સ્ટેબલ એક વાંદરાના બચ્ચા અને તેની માતાને પ્રેમથી મીઠી કેરી ખવડાવતો જોવા મળે છે. તે નજારો ખુબ જ ખુશી આપનારો હતો.

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કોન્સ્ટેબલ પોલીસ પેટ્રોલિંગ વાહનનો દરવાજો ખોલીને કેરીઓ કાપતો હતો, જ્યારે એક બચ્ચાને લઈ જતી વાંદરાની માતા ધીરજથી કેરીઓ લેવા માટે રાહ જોઈ રહી હતી અને પોલીસકર્મી સામે જોઈ રહી હતી. કેરી કાપ્યા પછી કોન્સ્ટેબલ તેનો ટુકડો વાંદરાના બચ્ચાની માતાને આપે છે. આ નજારો લોકોના દિલ જીતી રહી છે. લોકો પોલીસકર્મીના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાઓ પણ ખુશીથી કેરીની મજા માણી રહ્યા છે.

કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ સુંદર વીડિયો યુપી પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ @Uppolice પર શેયર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘UP 112, સબકી ‘Mon-key’ સમજો. શાહજહાંપુરમાં કોન્સટેબલ મોહિતને સારા કાર્યો કરવા માટે શાબાશી આપી હતી.

આ રહી લોકોની પ્રતિક્રિયા

 

 

Next Article