
લગ્નની સિઝન હોય કે ન હોય, ઇન્ટરનેટ પર વીડિયોનું પ્રભુત્વ છે. આ વીડિયોમાં જ્યાં વર-કન્યા ઘણી વખત મસ્તી કરતા હોય છે, ત્યાં ઘણી વખત લગ્નમાં આવેલા મહેમાનો કંઈક એવું કરે છે કે જેને જોઈને આપણે આપણા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેને જોયા બાદ તમે તમારા હાસ્ય પર જરા પણ કાબૂ નહીં રાખી શકો. કારણ કે અહીં લગ્નમાં આવેલા મહેમાનોમાંની એક મહિલાએ એવો જોરદાર ડાન્સ કર્યો કે તેનો ડાન્સ હાસ્યને પાત્ર બની ગયો હતો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક કપલ્સ ડાન્સ ફ્લોર પર મસ્તી કરી રહ્યાં છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું છે. બધા લોકોની સાથે મહિલા પણ જોડાઈ જાય છે. તેને સાડી પહેરી છે. તેને જોતાં જ એવું લાગે છે કે ડાન્સ બરાબર આવડતો નથી, છતાં પણ તે પોતાની જ ધુનમાં નાચવા લાગે છે. ઘુંટણીયે બેસીને જોર-જોરથી માથું હલાવવા લાગે છે અને જોરદાર ડાન્સ કરવા લાગે છે. તેને જોઈને ત્યાં હાજર રહેલા લોકો તેને જગ્યા કરી આપે છે અને હાજર લોકો હસવા લાગે છે.
આ વીડિયોને ટ્વિટર પર @weddingmomentslove નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 596K જેટલા લોકો જોઈ ચૂક્યા છે અને 6 હજારથી વધુ કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે.
એક યુઝરે કહ્યું કે, બસ કરો આન્ટી, હવે શું નાગમણી લઈને જ માનશો કે શું તો બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું કે, લાગે છે કે આન્ટીએ વધુ પી લીધું છે. અન્ય એક યુઝર્સે કમેન્ટ્સ કરી છે કે, જરાક મેડિકલમાં જઈને મુવ લઈ આવો.