Funny Video: યુવકે ફ્લાઇટમાં સામાનના પૈસા બચાવવા અપનાવી ગજબની તરકીબ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ફ્લાઈટમાં સામાનના પૈસા બચાવવા માટે એક વ્યક્તિ ગજબની તરકીબ અપનાવે છે.

Funny Video: યુવકે ફ્લાઇટમાં સામાનના પૈસા બચાવવા અપનાવી ગજબની તરકીબ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો  !
Funny Video
| Edited By: | Updated on: Aug 22, 2021 | 11:34 AM

Funny Video: જો તમે ફલાઈટમાં મુસાફરી કરો છો, તો તમને ખબર જ હશે કે, એરપોર્ટ (Airport) પર વધારાના સામાન માટે ભારે ચાર્જ ચૂકવવો પડે છે. આવી સ્થિતિમાં લોકો પૈસા બચાવવા માટે વિચિત્ર યુક્તિઓ અપનાવે છે. તાજેતરમાં, વાયરલ થયેલા વિડીયોમાં એક વ્યક્તિ માલસામાન (Luggage) લઇ જવા માટે અદભૂત તરકીબ અપનાવે છે.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીયોને વિશ્વમાં સૌથી જુગાડુ માનવામાં આવે છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવક સામાનનો ચાર્જ (Charge) બચાવવા માટે એવી યુક્તિ કરે છે કે ,જેને જોઈને તમને ખુબ હસવુ આવશે. આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે લોકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે અને ફલાઈટમાં (Flight) બેસતાની સાથે જ તેમના કપડા ઉતારવા માંડ્યા, જી હા! આ બે વ્યક્તિઓ એકની ઉપર અનેક ટી-શર્ટ પહેર્યા હતા. વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે, આ યુવકો પાસે વધુ સામાન હસે, જેથી પૈસા બચાવવા માટે તેણે આ યુક્તિ કરી હોય તેવું લાગી રહ્યુ છે.

જુઓ વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા યુઝર્સે આ વીડિયો (Video) જોઈને યુવકોની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ યુક્તિને (Technique) ખોટી ગણાવી રહ્યા છે. જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, જે લોકો આ પ્રકારના કૃત્યો કરે છે તેમને વિમાનમાં બેસવા દેવા જોઈએ નહીં.

તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો ઈન્સ્ટાગ્રામ પર tube.indian નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 88 હજારથી વધુ વ્યૂઝ (Views) મળ્યા છે. હાલ, લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : દુલ્હને ધમાકેદાર ડાન્સ કરીને જાનૈયાઓનું જીત્યુ દિલ, જુઓ મજેદાર વીડિયો

આ પણ વાંચો: RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !