Viral: ગજબની કલાકારી ! બેટરીની મદદથી શખ્સે હવામાં ઘુમાવ્યો સિક્કો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા

|

Dec 12, 2021 | 7:38 AM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર બેટરીની વચ્ચે એક સિક્કો હવામાં ઝડપથી ફરે છે. આ જોઈને એ કહેવું ઘણું મુશ્કેલ છે કે આ વીડિયો અસલી છે કે નકલી.

Viral: ગજબની કલાકારી ! બેટરીની મદદથી શખ્સે હવામાં ઘુમાવ્યો સિક્કો, વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા
Coin Viral Video

Follow us on

જો તમે ઈન્ટરનેટ(Social Media)ની દુનિયામાં એક્ટિવ રહેતા હશો તો અહીં ફની વીડિયોની સિલસિલો ચાલુ જ રહે છે. જ્યાં ક્યારેક હસાવનાર વસ્તુ સામે આવે છે તો ક્યારેક એવી વસ્તુ વાયરલ (Viral Videos)થઈ જાય છે, જેને જોઈને નવાઈ લાગે છે. આજકાલ પણ કંઈક આવી જ વાત લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે, જેને જોઈને તમારું મન ચોંકી જશે. આ વીડિયો જોઈને એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે ખરેખર સાચો છે કે પછી તે નકલી વીડિયો છે.

આ ક્લિપમાં ચાર બેટરીની વચ્ચે એક સિક્કો મૂકવામાં આવ્યો છે, જે હવામાં ઘૂમી રહ્યો છે. આને જોયા પછી એ કહેવું ઘણું મુશ્કેલ છે કે આ વીડિયો સાચો છે કે નકલી. તે જ સમયે, ઘણા લોકો છે જેઓ આ વીડિયોને રિવર્સ વીડિયો કહી રહ્યા છે. આ વીડિયો જોયા પછી એક વાત તો ચોક્કસ છે કે તમે પણ હકીકત શું છે તે અંગે મુંઝવણમાં મુકાઈ જશો.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ ટેબલ પર ચમચીની ઉપર ત્રણ બેટરીઓ રાખી છે. જેવી તે ચોથી બેટરી (Battery) રાખે છે કે તરત જ વચ્ચે રાખેલો સિક્કો (Coin Viral Video )અચાનક ઊંચો થઈ જાય છે અને ઝડપથી ફરવા લાગે છે અને પછી તે વ્યક્તિ સિક્કાની ઉપર ચમચી લાવે છે કે તરત જ તે સિક્કો હવામાં ફરવા લાગે છે, જેને જોઈને બધા જ ચકિત થઈ જાય છે.

આ વીડિયો જોયા બાદ દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે આ વીડિયો ફેક છે, આવું કંઈ પણ થવું અશક્ય છે. ‘ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધુ બેટરીના કોઇલિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે થયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો છું.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર thetrillionairelife નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે આ વીડિયોને 92 હજારથી વધુ લાઈક્સ અને લાખો વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઝીરો બજેટ ખેતી અપનાવવા કરી અપીલ, જાણો શું હોય છે ઝીરો બજેટ ખેતી

આ પણ વાંચો: Viral Video: 10 ફૂટ હવામાં જ છલાંગ લગાવી સિંહણે કર્યો શિકાર, જૂઓ વીડિયો

Next Article