ખાસ કરીને દિવાળી કે કોઈ ખાસ પ્રસંગે બોમ્બ ફોડવો કે રોકેટ લાઇટિંગ કરવું કોને ગમતું નથી. આ જ કારણ છે કે લોકો આ ફટાકડાનો પ્રયોગ કરતા હોય છે. રોકેટને સૌથી સુરક્ષિત અને સૌથી ખતરનાક ફટાકડા પણ માનવામાં આવે છે. આ કારણ છે કે રોકેટ આકાશમાં વિસ્ફોટ કરે છે, તેથી સુરક્ષિત માનવામાં આવે છે.
થોડુ દિશાને લઈ જોખમને ધ્યાનમાં રાખીને, રોકેટને સૌથી ખતરનાક ફટાકડાની શ્રેણીમાં રાખવામાં આવી છે. હાલના દિવસોમાં આવો જ એક પ્રયોગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે જોયા પછી તમે દંગ રહી જશો. વીડિયોમાં એક યુવક નદીમાં જામી ગયેલા બરફને તોડવા માટે ખાસ ટ્રીકનો ઉપયોગ કરી રહ્યો છે. એક તરફ જ્યાં લોકો આ ટ્રિકથી ખૂબ જ પ્રભાવિત થયા છે તો બીજી તરફ ઘણા લોકો આ ટેકનિકને બેકાર ગણાવી રહ્યા છે.
વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોકેટ સળગાવીને બરફથી થીજી ગયેલી નદીમાં મુકે છે. બર્ફીલા થીજી ગયેલા પાણીમાં સળગતી રોકેટ અમુક અંતર સુધી જાય છે. અને પછી વિસ્ફોટ થાય છે. આ સાથે પાણી પર જામી ગયેલો બરફ પણ ઘણા ભાગોમાં તૂટી જાય છે.
આ વીડિયોને memewalanews નામના એકાઉન્ટ (Instagram) દ્વારા સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે યુઝરે કેપ્શન લખ્યું હતું કે ‘પાણીમાં રોકેટ કેવી રીતે લોન્ચ કરવું. સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને ઘણા લાઈક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ બરફ તોડવાની નિન્જા ટેકનિક છે.’ વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો છું કારણ કે પાણીની નીચે રોકેટ કેવી રીતે ચાલી શકે છે.’ યુઝરે વીડિયો પર કમેન્ટ કરી અને લખ્યું, ‘જો રોકેટ ભૂલથી બહાર આવી જાત તો લેવાના દેવા પડી જાત.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની (Funny Viral Videos) કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો: Paytm Spoof: બેધડક નકલી Paytm એપનો થઈ રહ્યો છે ઉપયોગ, તમે પણ બની શકો છો આનો શિકાર, જાણો બચવાની રીત
આ પણ વાંચો: Viral: શખ્સે વાદ્ય પર રામ લખન ફિલ્મનું ગીત વગાડતા જ ઝુમી ઉઠ્યા લોકો, વીડિયો થયો વાયરલ