તમે ‘જુગાડ’ નામ તો સાંભળ્યું જ હશે. આ શબ્દ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. હકીકતમાં, જ્યારે ‘જરૂરી સંસાધનોનો’ અભાવ હોય અથવા તે સંસાધનો ખૂબ ખર્ચાળ હોય, ત્યારે કંઈક ‘કામચલાઉ’ (Improvised) કરીને કામ કરાવું તેને ‘જુગાડ’ કહેવાય છે. ભારતમાં જુગાડબાઝની કોઈ કમી નથી. કેટલાક સસ્તા ‘જુગાડ’ (jugaad machine) વાહન બનાવવા માટે મોટરસાઇકલ અથવા પમ્પિંગ સેટ એન્જિનનો ઉપયોગ કરે છે.
જ્યારે કોઇ કામચલાઉ વાહન બનાવવા માટે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ ગામડાં વગેરેમાં માલસામાનના વહન માટે થાય છે. આ સિવાય પણ ઘણા લોકો જુગાડ વડે બીજી ઘણી વસ્તુઓ બનાવે છે. આવા જ એક જુગાડનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.
એક વ્યક્તિએ ‘જુગાડ ટેક્નોલોજી'(Jugaad technology)નો ઉપયોગ કરીને ખૂબ જ સરળ, પરંતુ કામ કરતું મશીન બનાવ્યું છે, જેનો ઉપયોગ ભારે વસ્તુઓ ઉપાડવા માટે થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોખંડની પાઇપ અને બે પૈડાનો ઉપયોગ કરીને એક વ્યક્તિએ ભારે સામાન ઉપાડવા માટે એક મશીન બનાવ્યું છે, જેનો તે ઉપયોગ કરી રહ્યો છે. તે મશીનની મદદથી એક મોટી અને ભારે સિમેન્ટની પાઈપ ઉપાડે છે, ત્યારબાદ તે મશીનમાંથી પથ્થર જેવી મોટી વસ્તુ ઉપાડે છે અને તેને બીજી જગ્યાએ મૂકે છે.
એક શાનદાર જુગાડ મશીનનો આ વીડિયો IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘ઇનોવેટિવ ઉપયોગી, સિમ્પલ (સરળ) મશીન’. માત્ર 18 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે.
Innovative Useful
Simple Machines📽️ Web pic.twitter.com/mKF6iEt9ry
— Dr. M V Rao, IAS (@mvraoforindia) December 19, 2021
વીડિયોમાં દેખાતું આ મશીન તમને સાદું લાગે છે, પરંતુ તે ખૂબ કામનું છે. તેનો ઉપયોગ ઘણી ફેક્ટરીઓમાં પણ થઈ શકે છે. હકીકતમાં, કારખાનાઓમાં હંમેશા ભારે માલ ઉપાડવાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં આ જુગાડ મશીન ત્યાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઉપયોગથી આવા કામ માટે મોટા અને મોંઘા મશીનોની જરૂરિયાત ઘટાડી શકાય છે.
આ પણ વાંચો: Technology: WhatsApp ની કઈ ચેટ રોકી રહી છે સૌથી વધુ મેમરી, જાણો કેવી રીતે વધારવું સ્ટોરેજ
આ પણ વાંચો: Viral Video: વાંદરાને સળી કરી રહ્યો હતો વ્યક્તિ, કપીરાજનો મગજ જતાં ઝીંકી તલવાર !